બોમ્બે હાઈકોર્ટનો (Bombay High Court) મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે 1996માં બાળ હત્યાના આરોપી સીમા અને રેણુકા ગાવિતની ફાંસી રદ કરી દીધી છે. કોર્ટે આ જઘન્ય અપરાધ માટે કોલ્હાપુરની રેણુકા શિંદે અને સીમા ગાવિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે. નવ બાળકોની હત્યા માટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી છે. ફાંસીમાં વિલંબ પર સવાલ ઉઠાવતા બંને બહેનોએ ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની અપીલ કરી હતી. આ વાતને માન્ય રાખીને બોમ્બે હાઈકોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી હતી.
2001માં સેશન્સ કોર્ટે સીમા ગાવિત અને રેણુકા શિંદેને ફાંસીની સજા ફટકારી હતી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ સેશન્સ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો. તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ ફાંસીને માફ કર્યા વિના સજાના આદેશ પર મહોર મારી દીધી હતી. પરંતુ ફાંસીની સજા આપવાના નિર્ણય બાદ તેનો અમલ કરવામાં વિલંબ થતાં બંને બહેનો કોર્ટમાં ગઈ હતી. તેના પર મુંબઈ હાઈકોર્ટે હવે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે.
Bombay High Court commutes death sentence of Renuka Shinde and Seema Gavit of Kolhapur, who kidnapped 13 children and killed 9 out of them between 1990-96, to life term. The Court commuted their sentence based on the grounds of delay in deciding their mercy petitions.
— ANI (@ANI) January 18, 2022
#BombayHighCourt commutes the death sentence of half sisters Renuka Shinde and Seema Gavit to life imprisonment till remainder of their life for the reason that there was “laxity on the part of the State machinery”. pic.twitter.com/2YPx0Rtt0t
— Bar & Bench (@barandbench) January 18, 2022
રેણુકા શિંદે અને સીમા ગાવિતે 1995-96માં 13 બાળકોનું અપહરણ કર્યું હતું. તે 13માંથી 9 બાળકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ પછી સેશન્સ કોર્ટે બંને બહેનોને ફાંસીની સજા ફટકારી હતી. પરંતુ રાજ્ય સરકારનું તંત્ર સજાનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. સતત વિલંબથી બંને બહેનોને કોર્ટમાં અપીલ કરવાની તક મળી. એટલે કે રાજ્ય સરકારની વિલંબના કારણે ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ હતી.
આ બંને 1996માં પકડાયા બાદ છેલ્લા 25 વર્ષથી જેલમાં છે. રાજ્ય સરકાર દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે ગુનાઓની ગંભીરતાને જોતા ફાંસીની સજા ભલે માફ કરવામાં આવે, પરંતુ તેમ છતાં અન્ય કોઈ છૂટ આપવામાં ન આવે. એટલે કે બંનેને મૃત્યુ સુધી આજીવન કેદની સજા થવી જોઈએ. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે આજીવન કેદની સજા આજીવન હોય છે, પરંતુ જેલમાં સારા વર્તનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર થોડા વર્ષો પછી મુક્તિ માટે અપીલ કરી શકે છે. આ બંને બહેનોના કેસમાં રાજ્ય સરકારે મૃત્યુ સુધી આજીવન કેદની સજાની અપીલ કરી હતી.
આ પણ વાંચો : MSRTC Strike : મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની હડતાળ ગેરકાયદેસર, લેબર કોર્ટના નિર્ણયથી 65 હજાર કર્મચારીઓને આંચકો