
“આગામી યુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન જીત્યા પછી શરૂ થશે. મને આશ્ચર્ય થયું છે કે ઘાટકોપરમાં એક હોર્ડિંગ તૂટી પડ્યું અને 40 લોકોના મોત થયા. તે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. મેં ગઈકાલે જોયું કે તે પ્લોટ પર અદાણીનું બોર્ડ પણ છે. અદાણીએ આ પ્લોટ લઈ લીધો છે
પીઢ અભિનેતા નાના પાટેકરે પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો છે. આ સાથે, તેમણે નાગરિકોને બહાર આવીને મતદાન કરવાની અપીલ કરી છે.
વિશ્વના મહાન ક્રિકેટર, સચિન તેંડુલકરે, મતદાન કર્યા બાદ, સૌને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. સચિને કહ્યું કે, મતદાન મથકે આવો અને મતાધિકારનો સમજદારી પૂર્વક ઉપયોગ કરો.
#WATCH | Maharashtra: Legendary cricketer Sachin Tendulkar arrives at a polling station in Mumbai to cast his vote for the BMC elections. pic.twitter.com/4jwAVeLJJe
— ANI (@ANI) January 15, 2026
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે તાજેતરમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. મોહન ભાગવતે કહ્યું છે કે, કોઈપણને મતદાન કરો, પરંતુ મતદાન અવશ્ય કરો. નાગરિકોએ મતદાન કરવા માટે ઘરની બહાર નીકળવું જોઈએ.
મુંબઈ ભાજપના પ્રમુખ અમિત સાટમે, બીએમસી ચૂંટણી પૂર્વે સિદ્ધિવિનાયક દાદાના દર્શન કર્યાં હતા. અમિત સાટમે કહ્યું કે, સિદ્ધિવિનાયક મુંબઈને સુરક્ષિત બનાવવા માટે આપણને શક્તિ આપે. આર્શિવાદ આપે. આજનો દિવસ મુંબઈના ભવિષ્યના દૃષ્ટિકોણથી અને મુંબઈની ભાવિ પેઢીઓનું રક્ષણ કરવા માટે એક ઐતિહાસિક દિવસ બની રહેશે.
મતદાર યાદીમાંથી ધારાસભ્ય ગણેશ નાઈકનું નામ ગાયબ થતાં મોટો હંગામો મચી ગયો છે. ગણેશ નાઈક સવારે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમનુ નામ મતદારયાદીમાં નથી.
મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે વસઈમાં જય શ્રી રામ અને જય દ્વારકાધીશના ધ્વજ લહેરાવા લાગ્યા છે. આ ધ્વજ વસઈ વસંત નગરી સર્કલથી લઈને એવરશાઇન સુધી ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે.
મુંબઈમાં કુલ આશરે 134,440,000 મતદારો છે. આમાંથી આશરે 5,516,000 પુરુષો, 4,826,000 સ્ત્રીઓ અને 1,099 અન્ય મતદારો છે. 2,000 થી વધુ સ્થળોએ 10,231 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. મતદાન 15 જાન્યુઆરીએ સવારે 7:30 વાગ્યે શરૂ થશે અને સાંજે 5:30 વાગ્યે સમાપ્ત થશે.
મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન આજે યોજાશે, જેમાં બધાની નજર મુંબઈની BMC પર રહેશે, જેનું બજેટ ₹70,000 કરોડ છે. ભાજપ-શિવસેના ગઠબંધન NCP અને ઠાકરે બંધુઓ સામે ટકરાઈ રહ્યું છે. 227 વોર્ડ માટે 1,700 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
Published On - 7:12 am, Thu, 15 January 26