BMC Election Results 2026 Breaking News : મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામોના રૂઝાનમાં ભાજપ-શિંદે ગઠબંધન બહુમતી તરફ, ઠાકરે બંધુને કેટલી મળશે બેઠકો?

દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા, મુંબઈ મહાનગરપાલિકા માટે, ગઈકાલ 15મી જાન્યુઆરીના રોજ મતદાન યોજાયું હતું. આજે સવારે 10 કલાકે મતગણતરી શરૂ થઈ. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ મુંબઈમાં ભાજપ-શિંદે જૂથનો દબદબો વધવા લાગ્યો. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં, ભાજપ અને શિવસેના શિંદે જૂથે, ચૂટણી પરિણામોના રૂઝાન અનુસાર સદીનો આંકડો પૂર્ણ કર્યો છે

BMC Election Results 2026 Breaking News : મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામોના રૂઝાનમાં ભાજપ-શિંદે ગઠબંધન બહુમતી તરફ, ઠાકરે બંધુને કેટલી મળશે બેઠકો?
| Edited By: | Updated on: Jan 16, 2026 | 2:14 PM

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેના શિંદે જૂથે સદીના આંકડાને પાર કરી લઈને ધીમે ધીમા સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. આ સમાચાર લખાઈ 1.38 કલાકે લખાઈ રહ્યાં છે કે સમયે, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોના રુઝાન સ્પષ્ટ કરે છે કે, ભાજપ-શિદે જૂથ સત્તા સંભાળવા તરફ આગળ વધી રહ્યું છે.  બીજી તરફ, 20 વર્ષ પછી એકસાથે આવેલા ઉદ્ધવ ઠાકરે- રાજ ઠાકરેના ગઠબંધનને રુઝાન અનુસાર 70 બેઠકોની આસપાસથી સંતોષ માનવો પડશે. આનાથી મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ-શિંદે ગઠબંધન સત્તામાં આવવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, અને મહાનગરપાલિકાના રાજકારણમાં એક નવું સમીકરણ ઉભરી આવ્યું છે.

દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા, મુંબઈ મહાનગરપાલિકા માટે, ગઈકાલ 15મી જાન્યુઆરીના રોજ મતદાન યોજાયું હતું. આજે સવારે 10 કલાકે મતગણતરી શરૂ થઈ. જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ મુંબઈમાં ભાજપ-શિંદે જૂથનો દબદબો વધવા લાગ્યો. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં, ભાજપ અને શિવસેના શિંદે જૂથે, ચૂટણી પરિણામોના રૂઝાન અનુસાર સદીનો આંકડો પૂર્ણ કર્યો છે અને 130 બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે. તેથી, તેમને હવે મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળાવવા માટે જાદુઈ આંક 114 બેઠકો સુધી પહોંચવાને બદલે તેને વટાવી ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભગવો ઝંડો લહેરાવશે. 20 વર્ષ પછી સાથે આવેલા રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પણ ગઠબંધનમાં લડી હતી, પરંતુ તેઓ ફક્ત 70 બેઠકોની આસપાસ જ બેઠકો મેળવી શકશે તેમ ચૂંટણી પરિણામોના રૂઝાન હાલ દર્શાવે છે. તેથી, એ સ્પષ્ટ છે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા હવે ભાજપ-શિંદે જૂથ પાસે જશે.

પ્રાપ્ત આંકડાઓ અનુસાર, ભારતીય જનતા પાર્ટી 99 બેઠકો પર, શિવસેના 31, મનસે 9, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ 62 બેઠકો પર આગળ છે. 99  બેઠકો સાથે, ભારતીય જનતા પાર્ટી મુંબઈમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ભાજપ અને શિંદે જૂથ એકસાથે તેમની સ્પષ્ટ બહુમતી સુધી પહોંચી ગયા છે અને આ આંકડા દર્શાવે છે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેનું જોડાણ સત્તામાં રહેશે.

મહારાષ્ટ્રમાં અમારા વિવાદો ગંભીર છે. મહારાષ્ટ્ર અને મરાઠી માટે અમે સાથે આવ્યા છીએ એમ કહીને, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે મનસે-શિવસેના (યુબીટી) મ્યુનિસિપલ ચૂંટણીમાં સાથે આવતા જોવા મળ્યા. “મુંબઈ બચાવો” ના નારા લગાવતા અને મરાઠી ઓળખનો મુદ્દો ઉઠાવતા, બંને ઠાકરે ભાઈઓએ મતદારોને ભાવનાત્મક અપીલ પણ કરી. પરંતુ તેમનો કરિશ્મા સારો કામ કરી રહ્યો નથી. ઠાકરે ભાઈઓ અને શરદ પવારે સાથે ચૂંટણી લડી હોવા છતાં, હાલમાં એવું જોવા મળી રહ્યું છે કે તેમને ફક્ત 67 બેઠકોથી સંતોષ માનવો પડશે. તેથી, MNS, એટલે કે રાજ ઠાકરેને સાથે લઈને પણ, ઉદ્ધવ ઠાકરેને બહુ ફાયદો થયો હોય તેવું લાગતું નથી. આ ઠાકરે માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહીત કુલ 29 મહાનાગરપાલિકાની યોજાયેલ ચૂંટણીના પરિણામ આજે 16 જાન્યુઆરી 2026ના રોજ જાહેર થઈ રહ્યાં છે. આ અંગેના તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

Published On - 1:43 pm, Fri, 16 January 26