Tipu Sultan Controversy: મુંબઈના (Mumbai) મલાડ વિસ્તારમાં એક રમતના મેદાનનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાનો ભાજપ વિરોધ કરી રહી છે. આ બાબતને લઈને ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે (Prakash Ambedkar) ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. પિંપરી ચિંચવાડમાં પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યુ હતુ કે હું મુંબઈમાં ટીપુ સુલતાનના નામકરણને લગતા વિવાદને વધુ મહત્વ આપતો નથી. RSS અને ભાજપને લાગે છે કે મુસ્લિમ વિરોધી લહેર ઊભી કરીને જ ચૂંટણીમાં જીત મેળવી શકાય છે.
વધુમાં પ્રકાશ આંબેડકરે કહ્યું કે ‘તેમને તેમનો આધાર ધીમે ધીમે નબળો પડવાનો ડર છે. તેથી જ તેણે હિંદુ-મુસ્લિમ રાજકારણ શરૂ કર્યું છે. મુંબઈમાં પણ રમખાણોની સ્થિતિ સર્જાઈ રહી છે. જ્યાં સુધી હિંદુ-મુસ્લિમ વિવાદ ઉભો નહીં થાય ત્યાં સુધી તેઓને નથી લાગતુ કે સત્તા તેમના હાથમાં આવશે. તમને જણાવવુ રહ્યુ કે, ભાજપના ધારાસભ્ય અમિત સાટમે ટીપુ સુલતાન નામકરણ વિવાદ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. જેમાં તેણે લખ્યુ છે કે, હું તમને મુખ્યમંત્રી માનુ કે શિવસેના પ્રમુખ? કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ બની રહ્યુ છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) મોકલવામાં આવેલા પત્રમાં બીજેપી ધારાસભ્ય અમિત સાટમે લખ્યુ છે કે, ‘મુખ્યમંત્રી અને શિવસેનાના પક્ષ પ્રમુખ તમારા નામે પત્ર લખતી વખતે મારા મનમાં એક દુવિધા છે. હું તમને મુખ્યમંત્રી કહું કે શિવસેનાના પક્ષ પ્રમુખ મને સમજાતું નથી. તમામ હિંદુઓ વતી તમને આ બંને પદો પર શણગારવામાં આવ્યા છે.
તમારા મેયર કિશોરી પેડનેકર એક તરફ કહે છે કે સંબંધિત રમતના મેદાન પર ટીપુ સુલતાન નામનું બોર્ડ લગાવવું ગેરકાયદેસર છે, તેનાથી કાયદો અને વ્યવસ્થાની કટોકટી થઈ શકે છે. બીજી તરફ તેના બચાવમાં નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો ખરેખર ટીપુ સુલતાન નામનું આ બોર્ડ ગેરકાયદેસર હોય તો મેયરે તેને હટાવવાનો આદેશ આપવો જોઈએ. પરંતુ તે પાલક મંત્રી અસલમ શેખનો બચાવ કરતા જોવા મળે છે.ત્યારે હાલ ટીપુ સુલતાન મુદ્દે રાજકારણ ગરમાયુ છે.