Maharashtra : મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા માટે રઝા એકેડમીને જવાબદાર ગણાવી છે.રઝા એકેડમીને આતંકવાદી સંગઠન સાથે સરખાવીને તેણે હિંસાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. નિતેશ રાણેએ(Nitesh Rane) કહ્યું કે, મહારાષ્ટ્રના નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા પાછળ રઝા એકેડમીનો હાથ છે.
રઝા એકેડમી પર પ્રતિબંધ લગાવવાની માંગ ઉઠી
સાથે તેણે રઝા એકેડમી (Raza Academy) પર પ્રતિબંધની માંગ કરી છે. વધુમાં તેમણે કહ્યુ કે, જો મહારાષ્ટ્રની ઠાકરે સરકાર રઝા એકેડમી પર કાર્યવાહી નહીં કરે તો મહારાષ્ટ્રના હિતમાં અમારે તેને ખતમ કરવી પડશે.જો કે નાંદેડ શહેરમાં ગઈકાલની હિંસા બાદ હવે સ્થિતિ શાંતિપૂર્ણ છે. પોલીસે (Police) કેટલીક જગ્યાએ સુરક્ષા વધારીને પરિસ્થતિ પર કાબુ મેળવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલની હિંસામાં કેટલાક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.
તેમજ વિફરેલા ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસ અધિકારીઓ(Police Officers) પણ ઘાયલ થયા હતા. નાંદેડ શહેરના ઇટવારા પોલીસ સ્ટેશન દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
This terrorist organisation Raza academy is behind all the violonce and riots in different parts of Maharashtra!
Every time they disrupt n break all the rules n Gov sits and watches..
Either the Gov bans them or we have to finish them in the interest of Maharashtra!— nitesh rane (@NiteshNRane) November 13, 2021
ઉલ્લેખનીય છે કે, રઝા એકેડમીના એલાનને પગલે મુંબઈના(Mumbai) ભીંડી બજાર, નાગપાડા, પાયધુની, ડોંગરી, થાણેના મુંબ્રા, કૌસા, કોપરી વિસ્તારોમાં પણ બંધની અસર જોવા મળી હતી. પરંતુ આ બંધની સૌથી વધુ હિંસક અસર નાંદેડ શહેર અને માલેગાંવના સદર વિસ્તારમાં જોવા મળી હતી. આ બંને શહેરોમાં 4 પોલીસકર્મીઓ સહિત બારથી વધુ લોકો ઘાયલ થયા છે.
When r they gettin arrested ?
Can the CM n HM let us know..
N according to them this is goin to happen all over Maharashtra..
Who will stop them? pic.twitter.com/eaZZ70IeDz— nitesh rane (@NiteshNRane) November 13, 2021
વહીવટીતંત્ર એલર્ટ, કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ
મહારાષ્ટ્ર સરકારે આ જિલ્લાઓના એસપી, કલેક્ટર અને વહીવટી અધિકારીઓને એલર્ટ (Alert) પર રહેવા જણાવવામાં આવ્યુ છે અને કેટલાક વિસ્તારોમાં 4 થી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ (Prohibition) લાદવામાં આવ્યો છે. ખાસ કરીને માલેગાંવ અને નાંદેડમાં કડક આદેશો આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ‘કંગના રનૌતનું સન્માન, દેશના હીરોનું અપમાન’, શિવસેનાના સાંસદ સંજય રાઉતે સરકાર પર કર્યા આકરા પ્રહાર
આ પણ વાંચો: મહારાષ્ટ્ર : ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુર્શીદનું પુસ્તક વિવાદમાં, ભાજપના આ નેતાએ નોંધાવી ફરિયાદ
Published On - 2:29 pm, Sat, 13 November 21