Maharashtra : ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા આશિષ શેલારે (Ashish Shelar) મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને મુંબઈ પોલીસ કમિશનરને (Mumbai Police Commissioner) પત્ર લખીને દાવો કર્યો છે કે તેમને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, એક પોલીસ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે.
બાંદ્રા (પશ્ચિમ)ના ધારાસભ્યએ તેમના પત્રમા લખ્યુ છે કે, ફોન કરનારે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમને અને તેમના પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી હતી. રાજ્યના પૂર્વ મંત્રી શેલારે જે બે ફોન નંબર પરથી તેમને ધમકી આપવામાં આવી હતી તેની વિગતો પણ આપી છે અને પત્રમાં તેણે પોલીસને (Mumbai Police) જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યુ છે.જો કે અધિકારીએ શેલારને કયા કારણોસર ધમકી મળી તે અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) શનિવારે નાગપુરમાં જણાવ્યુ હતુ કે શેલાર રાજ્યમાં ચાલી રહેલા “ભ્રષ્ટાચાર” વિશે અવાજ ઉઠાવતા જોવા મળે છે.જેથી આ ધમકી પાછળ શાસક પક્ષનો હાત હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.
ભાજપના નેતા આશિષ શેલારનું કહેવું છે કે તેમને અને તેના પરિવારજનો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, શેલારને બે અલગ-અલગ મોબાઈલ નંબર પરથી એક અજાણ્યા વ્યક્તિ તરફથી કોલ આવ્યો હતો જેમાં શેલાર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ફોન કોલમાં તેણે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.
BMC પ્રશાસન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને દરરોજ 3800 મિલિયન લિટર પાણી સપ્લાય કરવાનો દાવો કરે છે, તેમ છતાં ઘણા વિસ્તારોમાં ટેન્કર માફિયા સક્રિય છે. આ ટેન્કર માફિયાઓ સામે પગલાં લેવા શેલારે દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના 18,000 કરોડના પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. ઉપરાંત તેમણે આ માટે SIT તપાસની પણ માંગ કરી છે.
આ પણ વાંચો : Mumbai : ‘ગાંજો પીને ભ્રમ ન ફેલાવો’, લોકડાઉનને લઈને મેયરે વિપક્ષી નેતાઓ પર કર્યા આકરા પ્રહાર