Maharashtra: ભાજપ નેતા રામકદમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર FIR દાખલ કરવાની કરી માંગ, PM મોદી પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

ભાજપ નેતા રામ કદમે નિવેદન આપતા કહ્યું કે આવી સ્થિતિમાં તેઓ કોંગ્રેસ પાર્ટીની નબળી વિચારસરણીનું પ્રતિક છે. તેઓ જાણે છે કે તેઓ પીએમ મોદીજી સામે ક્યારે જીતી શકતા નથી.

Maharashtra: ભાજપ નેતા રામકદમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર FIR દાખલ કરવાની કરી માંગ, PM મોદી પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
BJP leader Ramkadam (File Image)
| Edited By: | Updated on: Jan 18, 2022 | 12:42 PM

મહારાષ્ટ્ર કોંગ્રેસના (Maharashtra Congress) પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય નાના પટોલે (Nana Patole) એ વડાપ્રધાન મોદી (PM Narendra Modi)ની વિરૂદ્ધ વિવાદીત નિવેદન આપ્યું. આ નિવેદન બાદ ભાજપે તેમની સામે મોરચો ખોલ્યો છે. ત્યારે ભાજપ નેતા રામ કદમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર FIR દાખલ કરવાની માંગ કરી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને ડીજીપી પોલીસ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર તરત જ FIR દાખલ કરો. તેમને કહ્યું કે તેમની જગ્યા લોકોની વચ્ચે નથી, જેલના સળીયાની પાછળ છે.

ભાજપ નેતા રામ કદમે નિવેદન આપતા કહ્યું કે આવી સ્થિતિમાં તેઓ કોંગ્રેસ પાર્ટીની નબળી વિચારસરણીનું પ્રતિક છે. તેઓ જાણે છે કે તેઓ પીએમ મોદીજી સામે ક્યારે જીતી શકતા નથી. પછી આવા અભદ્ર વિચારો અને હવે લોકોનો ગુસ્સો ભારે પડી ગયો, ત્યારે તેઓ કહે છે કે બીજું કોઈ છે. તેમણે કહ્યું કે શું ઠાકરે સરકારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને કોઈની હત્યા અને દુર્વ્યવહાર કરવાની મંજૂરી આપી છે? જો આ મામલે FIR ના નોંધાઈ તો અમે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરીશું.

કોંગ્રેસ નેતા પટોલેએ વડાપ્રધાનને માર મારવા અને અપશબ્દો બોલવા અંગે કહ્યું

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે એક વીડિયોમાં તે કથિત રીતે એવું કહેતા સાંભળવામાં આવે છે કે તે મોદીને “માર” મારી શકે છે અને “અપશબ્દો” કહી શકે છે. આ વીડિયોમાં પટોલેને ભંડારા જિલ્લામાં ગામના લોકો સાથે કથિત રીતે આ કહેતા સાંભળી શકાય છે. હું મોદીને મારી શકું છું, તેમને અપશબ્દો બોલી શકુ છું. એ જ કારણ છે કે મોદી મારી વિરૂદ્ધ પ્રચાર કરવા માટે આવ્યા.

જો કે આ વિવાદ પછી પટોલેએ કહ્યું કે લોકોએ તેમને તેમના મતવિસ્તારમાં મોદી નામના સ્થાનિક ગુંડા વિશે ફરિયાદ કરી હતી અને તેમને આ પ્રકારની વાત વડાપ્રધાન માટે નથી કહી. પટોલેએ કહ્યું હું ફરી સ્ષપ્ટ કરૂ છું કે હું વડાપ્રધાન વિશે નહીં પણ મોદી નામના એક સ્થાનિક ગુંડા વિશે વાત કરી રહ્યો હતો.

નાના પટોલેના વિવાદાસ્પદ નિવેદનથી ભાજપ સ્તબ્ધ

ઉલ્લેખનીય છે કે નાના પટોલેના આ નિવેદ પર ભાજપ આક્રમક થઈ ગઈ છે. ત્યારે વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આવામાં નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે કે કોંગ્રેસ એક રાજકીય સંગઠન છે કે આતંકવાદી સંગઠન? ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા જેવા છે, તેવા જ તેમની પાર્ટીના અન્ય નેતા પણ છે. તે શું બોલે છે, તેનું કોઈ જ્ઞાન નથી. ત્યારે આ મામલે પોલીસ ઝડપી કાર્યવાહી કરે, ભાજપ આ સહન નહીં કરે.

આ પણ વાંચો: Maharashtra local body Election: મહારાષ્ટ્રમાં 93 નગર પંચાયત, 195 ગ્રામ પંચાયત અને 2 જિલ્લા પરિષદ માટે આજે મતદાન

આ પણ વાંચો: Lata Mangeshkar Health Update : લતા મંગેશકરને સાજા થવામાં હજુ સમય લાગશે, ડોક્ટરે આપી માહિતી