ગુજરાતની જેમ મહારાષ્ટ્રની શાળાઓના અભ્યાસક્રમમાં પણ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવે, ભાજપે કરી માંગણી

|

Mar 19, 2022 | 5:31 PM

ભાજપની આધ્યાત્મિક પાંખના વડા તુષાર ભોસલેએ ભગવદ ગીતાને શાળાઓમાં ભણાવવાની માગણી કરતાં કહ્યું છે કે ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક પુસ્તક નથી, પરંતુ જીવન જીવવાની રીત છે.

ગુજરાતની જેમ મહારાષ્ટ્રની શાળાઓના અભ્યાસક્રમમાં પણ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવે, ભાજપે કરી માંગણી
File Image

Follow us on

ગુજરાત સરકારે (Gujarat Government) રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતા (Bhagavad Gita)નો સાર શીખવવાનું નક્કી કર્યું છે. ગુજરાતની નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે. આ નિર્ણય શૈક્ષણિક વર્ષ 2022-23થી લાગુ કરવામાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ સરકારી શાળાઓમાં લાગુ પડશે. આ પછી કર્ણાટકના શિક્ષણ મંત્રીએ પણ કર્ણાટકની શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાને સામેલ કરવાનો સંકેત આપ્યો છે. આ રાજ્યો બાદ હવે મહારાષ્ટ્ર (Maharashtra)માં પણ ભાજપે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પાસે ભગવદ ગીતા અને સંત સાહિત્યને શાળાઓના અભ્યાસક્રમમાં સામેલ કરવાની માંગ કરી છે.

ભાજપની આધ્યાત્મિક પાંખના વડા તુષાર ભોસલેએ ભગવદ ગીતાને શાળાઓમાં ભણાવવાની માગણી કરતાં કહ્યું છે કે ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક પુસ્તક નથી, પરંતુ જીવન જીવવાની રીત છે. તેમનું કહેવું છે કે શાળા શિક્ષણમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય ઘણો સારો છે. મહારાષ્ટ્ર સરકારે ભગવદ ગીતા, જ્ઞાનેશ્વરી, તુકારામ ગાથા જેવા સંત સાહિત્યનો પણ શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. આનાથી આવનારી પેઢીઓમાં સારા મૂલ્યો કેળવવામાં આવશે. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન હોવું જરૂરી છે. આથી કોઈપણ રાજનીતિ લાવ્યા વિના ભગવદ્ ગીતા અને સંત સાહિત્યનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. ભાજપ વતી તુષાર ભોસલેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ સમક્ષ આ માંગણી કરી છે.

ગુજરાત બાદ કર્ણાટકમાં પણ ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે, એમ રાજ્ય સરકારે સંકેત આપ્યા

ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ કર્ણાટક સરકારે પણ ભગવદ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાના સંકેત આપ્યા છે. રાજ્યના શિક્ષણ પ્રધાન બીસી નાગેશે શુક્રવારે આ સંદર્ભમાં ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ભગવદ્ ગીતા માત્ર હિંદુઓ માટે નથી, પરંતુ દરેક માટે છે. નિષ્ણાતોનું માનવું છે કે તેને શાળાઓમાં ભણાવવું જોઈએ. પરંતુ પહેલા એ નક્કી કરવું જોઈએ કે શાળામાં મોરલ સાયન્સનો અભ્યાસ શરૂ કરવો કે નહીં.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કર્ણાટક સરકાર આ સંબંધમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનું વિચારી રહી છે. આ સમિતિ એ તારણ પર આવશે કે જો શાળાઓમાં નૈતિક શિક્ષણ શરૂ કરવું હોય તો નૈતિક શિક્ષણમાં કયા વિષયોનો સમાવેશ કરવો જોઈએ જે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં મદદરૂપ થઈ શકે. તે વિષયો ભગવદ ગીતા, રામાયણ અથવા મહાભારત અથવા બીજે ક્યાંય પણ હોઈ શકે છે. હાલમાં તે અંગે નિર્ણય લેવાનો બાકી છે.

આ પણ વાંચો: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: Ahmedabad : મોબાઈલ ચોરીની આશંકાએ આધેડનું અપહરણ કરીને હત્યા કરાઈ, ઈસ્ત્રીથી ડામ આપી અને ગેસની પાઇપથી ક્રૂરતાથી માર માર્યો

Next Article