Mumbai : ભાજપ કાઉન્સિલરે BMC સ્કૂલોમાં ગીતા ભણાવવાની કરી માંગ, SP નેતાઓએ ગણાવી રણનિતી

|

Feb 18, 2022 | 5:29 PM

BJP કાઉન્સિલર યોગિતા કોલીએ જણાવ્યુ કે, આવનારી પેઢીમાં યોગ્ય રીતે નૈતિક મૂલ્યો કેળવવા માટે હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો પબ્લિક સ્કૂલોમાં ભણાવવા જોઈએ.

Mumbai : ભાજપ કાઉન્સિલરે BMC સ્કૂલોમાં ગીતા ભણાવવાની કરી માંગ, SP નેતાઓએ ગણાવી રણનિતી
BJP Councilor demanded to teach GITA in bmc schools

Follow us on

Maharashtra : મુંબઈના BJP કાઉન્સિલરે BMC (Bombay Municipal Corporation) સંચાલિત સ્કૂલોમાં ભગવદ ગીતા (Bhagavad Gita) ભણાવવાની માંગ કરી છે.BJP કાઉન્સિલર યોગિતા કોલીએ ગુરુવારે કહ્યુ હતુ કે, આવનારી પેઢીમાં યોગ્ય રીતે નૈતિક મૂલ્યો કેળવવા માટે હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો પબ્લિક સ્કૂલોમાં ભણાવવા જોઈએ.

તમને જણાવી દઈએ કે, યોગીતા કોલીએ આ અંગે મેયરને પત્ર પણ લખ્યો હતો. ભાજપ કાઉન્સિલર કોલી BMCની મહિલા અને બાળ કલ્યાણ સમિતિ અને જાહેર આરોગ્ય સમિતિના સભ્ય પણ છે. બીજી તરફ યોગીતા કોલીએ મેયરને લખેલા પત્ર બાદ વિરોધ શરૂ થયો છે. સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે વિરોધ કર્યો છે.

સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે તેનો સખત વિરોધ કર્યો

યોગીતા કોલીએ પત્રમાં માંગ કરી હતી કે, BMCની સ્કૂલમાં ભગવત ગીતા ભણાવવી જોઈએ. આ સાથે તેણે BMCની સામાન્ય સભામાં પણ આ સૂચના લાવવા અંગે પણ જણાવ્યુ છે. પરંતુ સમાજવાદી પાર્ટીના નેતા રઈસ શેખે તેનો સખત વિરોધ કર્યો છે. રઈસ શેખે મેયર કિશોરી પેડનેકરને પત્ર લખીને આ મામલે ભાજપની નોટિસને રદ કરવાની માંગ કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનો આ એજન્ડા

શેખે મેયરને પત્ર લખીને ભાજપની આ માંગને ફગાવી દેવા જણાવ્યુ છે. તેમણે કહ્યુ કે, BMC ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણના હેતુથી આ માંગણી કરવામાં આવી છે. જે ભાજપનો એજન્ડા છે. તેમણે મેયરનું એ તરફ પણ ધ્યાન દોર્યું છે કે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું કે BMCની બેઠકમાં ધાર્મિક શિક્ષણ માટે કોઈ પ્રસ્તાવ લાવવામાં નહીં આવે.

ભગવદ ગીતા જીવનની માર્ગદર્શક

ભાજપના કાઉન્સિલર યોગીતા કોલીએ પોતાના પત્રમાં ભગવત ગીતાનું શું મહત્વ છે તે જણાવ્યું છે. તેણે લખ્યું છે કે ‘ભગવદ કૃષ્ણએ 5000 વર્ષ પહેલાં અર્જુનને ભગવદ ગીતાનો ગ્રંથ યુદ્ધના મેદાનમાં સંભળાવ્યો હતો. આજે પણ કોર્ટમાં ગીતા પર હાથ રાખીને શપથ લેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું એક અલગ અને મહત્વનું સ્થાન છે. તેને જીવનનો માર્ગદર્શક પણ કહેવામાં આવે છે.

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, BMCમાં સત્તામાં રહેલી અને હિન્દુત્વનો એજન્ડા ન છોડવાનો દાવો કરતી શિવસેના ભાજપના આ મુદ્દાને સમર્થન આપશે કે કેમ?.

આ પણ વાંચો: Maharashtra: CM ના બંગલાને લઈને રાજકારણ તેજ, શિવસેના સાંસદ સંજય રાઉતે કિરીટ સોમૈયા પર લગાવ્યો ગંભીર આરોપ

Next Article