Big Breaking : મહારાષ્ટ્રના જાલનામાં ITનું મોટુ ઓપરેશન, 120 વાહનમાં 260 અધિકારીઓએ બોલાવ્યો સપાટો, રોકડ ગણતા 13 કલાક થયા

|

Aug 11, 2022 | 10:54 AM

દરોડામાં (Raid )મળેલી રોકડ જાલના સ્ટેટ બેંકમાં લઈ જઈને ગણી લેવામાં આવી છે. રોકડની ગણતરી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી જે બપોરે 1 વાગ્યા સુધી ચાલી હતી.

Big Breaking : મહારાષ્ટ્રના જાલનામાં ITનું મોટુ ઓપરેશન, 120 વાહનમાં 260 અધિકારીઓએ બોલાવ્યો સપાટો, રોકડ ગણતા 13 કલાક થયા
IT Raid in Maharashtra (File Image )

Follow us on

ઈડી(ED) બાદ હવે ઈન્કમટેક્સ(IT) વિભાગ પણ એક્શનમાં છે. દરોડામાં બંગાળમાં મોટી માત્રામાં રોકડ(Cash ) મળ્યા બાદ મહારાષ્ટ્રમાં પણ આવકવેરા વિભાગના દરોડામાં મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે. મહારાષ્ટ્રના જાલનામાં આવકવેરા વિભાગે સ્ટીલ, કાપડના વેપારીઓ અને રિયલ એસ્ટેટ ડેવલપરના ઘરો પર દરોડા પાડ્યા છે. જેમાં બેનામી મિલકતનો મોટો જથ્થો વિભાગને મળ્યો છે. આવકવેરા વિભાગે લગભગ 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે. જેમાં 58 કરોડની રોકડ, 32 કિલો સોનું, હીરાના મોતી અને અનેક પ્રોપર્ટીના કાગળો મળી આવ્યા છે.

દરોડામાં મળી આવેલી રોકડની ગણતરી કરવામાં વિભાગને 13 કલાક લાગ્યા હતા. આ કાર્યવાહી 1 થી 8 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી છે. આવકવેરા વિભાગની નાસિક શાખાએ આ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 260 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. 120 થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ 5 ટીમોમાં વિભાજીત કરીને આ દરોડા પાડ્યા છે.

રોકડ ગણવા માટે 13 કલાક

દરોડામાં મળેલી રોકડ જાલના સ્ટેટ બેંકમાં લઈ જઈને ગણી લેવામાં આવી છે. રોકડની ગણતરી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ હતી જે બપોરે 1 વાગ્યા સુધી ચાલી હતી. આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે જાલનાની ચાર સ્ટીલ કંપનીઓના વ્યવહારમાં અનિયમિતતા છે. જે બાદ વિભાગ એક્શનમાં આવ્યું હતું. વિભાગે ઘર અને ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. ઘરમાંથી કંઈ મળ્યું ન હતું, પરંતુ શહેરની બહારના ફાર્મહાઉસમાંથી રોકડ મળી આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સમાચાર હજી અપડેટ થઇ રહ્યા છે.

Next Article