મહારાષ્ટ્ર : આખરે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED સમક્ષ થયા હાજર, હાઈકોર્ટ દ્વારા કોઈ રાહત ન મળતા દેશમુખની વધી મુશ્કેલી

|

Nov 01, 2021 | 3:08 PM

અનિલ દેશમુખે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે અને આજે ED (Enforcement Directorate) ઓફિસમાં તેમની હાજરી વિશે માહિતી આપી છે.

મહારાષ્ટ્ર : આખરે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ED સમક્ષ થયા હાજર, હાઈકોર્ટ દ્વારા કોઈ રાહત ન મળતા દેશમુખની વધી મુશ્કેલી
Anil Deshmukh (File Photo)

Follow us on

Money Laundering Case : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન NCP નેતા અનિલ દેશમુખ આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ઓફિસ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ED દ્વારા વારંવાર સમન્સ મોકલવા છતાં તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. અત્યાર સુધીમાં દેશમુખને પાંચ સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ અનિલ દેશમુખ પૂછપરછ માટે હાજર થયા ન હતા. બાદમાં તે ગુમ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો.

અનિલ દેશમુખે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે અને આજે ED (Enforcement Directorate) ઓફિસમાં તેમની હાજરી વિશે માહિતી આપી છે. તેમણે તપાસમાં સહકાર ન આપતા હોવાના આરોપને નકાર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે તેઓ EDના સમન્સનો જવાબ આપી રહ્યા છે.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

દેશમુખે મની લોન્ડરિંગ કેસમાં સહકાર આપવાની ખાતરી આપી

ઉપરાંત તેમણે ખાતરી આપી છે કે, જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવશે ત્યારે હું પૂછપરછ માટે હાજર થઈશ. અનિલ દેશમુખ 100 કરોડની રિકવરી કેસ અને મની લોન્ડરિંગના અનેક કેસમાં આરોપી છે. જેમાં CBI 100 કરોડની રિકવરી કેસની અને ED દેશમુખ સામે મની લોન્ડરિંગ કેસની (Money Laundering Case) તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, અનિલ દેશમુખ સોમવારે સવારે 11:50 વાગ્યે ED ઓફિસમાં હાજર થયા હતા. અનિલ દેશમુખની સાથે તેમના વકીલ ઈન્દરપાલ સિંહ પણ ED ઓફિસમાં હાજર રહ્યા હતા. હાલમાં મની લોન્ડરિંગના કેસમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

5 વખત સમન્સ મોકલવા છતા દેશમુખ ED ઓફિસમાં હાજર ન થયા

મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખે તેમના પર લાગેલા આરોપોથી બચવા માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ તેમને કોઈ
રાહત મળી નથી. છેલ્લા પાંચ મહિનાથી ઈડી અને સીબીઆઈ (Central Bureau of Investigation) તેને શોધી રહી હતી. ED એ તેમને પાંચ વખત સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તે પૂછપરછ માટે હાજર થયા ન હતા. નાગપુર અને મુંબઈમાં અનિલ દેશમુખના અલગ-અલગ સ્થળો પર પણ પાંચ વખત દરોડા પાડવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: સમીર વાનખેડેને લઈને રાજકીય ધમાસાણ, NCP નેતા નવાબ મલિકે ભાજપ નેતા અરુણ હલદર વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાની કરી જાહેરાત

આ પણ વાંચો: કોરોનાની સ્થિતિ પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, ‘ પ્રધાનમંત્રી સાથેની વાતચીતમાં રસીના અભાવનો મુદ્દો ઉઠાવીશ’

Published On - 3:07 pm, Mon, 1 November 21

Next Article