અંબાણી પરિવારમાં ફરી ખુશીની ઊજવણીનો સમય આવ્યો છે. અંબાણી પરિવારની દીકરી ઈશા પોતાના ટ્વિન્સ સંતાનનોને લઈને હાલમાં જ અમેરિકાથી ભારત આવી હતી. તે બાદ આજે ફરી અંબાણી પરિવારમાં ખુશીની ઊજવણીનો સમય આવ્યો છે. આજે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ છે. ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા અનંત અને રાધિકા આજે (29 ડિસેમ્બર) પહેલા રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં તેમના પરિવારના સભ્યોની હાજરીમાં સગાઈ કરી હતી. ત્યારબાદ આ કપલ મુંબઈ પરત ફર્યું અને એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે મુંબઈના સી લિન્ક પર ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. અંબાણી પરિવારના નિવાસ સ્થાન એન્ટિલિયાને પણ ભવ્ય રીતે શણગારવામાં આવ્યુ હતુ. એન્ટિલિયામાં અનંત અને રાધિકાના આ ખાસ પ્રસંગની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડ સ્ટારથી લઈને અનેક હસ્તીઓ મોડી રાત્રે એન્ટિલિયા પહોંચી હતી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સુપર-સ્ટાઈલિશ ડ્રેસ પહેરીને મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા ખાતે નવા સગાઈ થયેલા દંપતી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને અભિનંદન આપવા પહોંચ્યા હતા.
અનંત અને રાધિકા સાથે તેમનો આખો પરિવાર સગાઈ બાદ રાજસ્થાનથી મુંબઈ પહોચ્યો હતો. જ્યા તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી હતી. તેમના નિવાસ સ્થાન એન્ટિલિયાને પણ રોશનીથી ઝગમગાવવામાં આવી હતી. તેમના નિવાસ સ્થાન પર થયેલી આ ઉજવણીમાં ભાગ લેવા બોલિવૂડ ફિલ્મોના સ્ટાર આલિયા ભટ્ટ, રણવીર સિંહ, રણબીર કપૂર અને જાહન્વી કપૂર જેવા અનેક સેલેબ્સ જોવા મળ્યા હતા. જેના ફોટો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Published On - 11:47 pm, Thu, 29 December 22