Loudspeaker Row: અજાન અને હનુમાન ચાલીસા પર ઘમાસાણ, રાજ ઠાકરેના અલ્ટીમેટમ પર અજિત પવારે કહ્યું- કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ બાંધછોડ નહીં

|

May 02, 2022 | 2:16 PM

મહારાષ્ટ્રમાં મનસે પ્રમુખ રાજ ઠાકરે (MNS chief Raj Thackeray ) દ્વારા 'લાઉડસ્પીકર' અલ્ટીમેટમના મામલે, રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સહન કરવામાં આવશે નહીં.

Loudspeaker Row: અજાન અને હનુમાન ચાલીસા પર ઘમાસાણ, રાજ ઠાકરેના અલ્ટીમેટમ પર અજિત પવારે કહ્યું- કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ બાંધછોડ નહીં
Maharashtra Deputy Chief Minister Ajit Pawar and MNS chief Raj Thackeray

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra) માં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાના અલ્ટીમેટમનું પુનરાવર્તન કર્યા પછી નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સહન કરવામાં આવશે નહી. જણાવી દઈએ કે MNS સુપ્રીમોએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારને 4 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે, જેમાં નિષ્ફળ જવા પર તેમણે ચેતવણી આપી હતી કે લોકો આવી મસ્જિદોની સામે બમણા અવાજમાં હનુમાન ચાલીસા વગાડશે. જ્યાં રવિવારે રાત્રે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડેપ્યુટી સીએમ પવારે કહ્યું કે તેમણે લોકોને સદ્ભાવના સાથે રહેવા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમની ભૂમિકા ભજવવા વિનંતી કરી.

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે ટિપ્પણી કરી કે “હું મહારાષ્ટ્રના લોકોને અપીલ કરીશ, આપણું મહારાષ્ટ્ર એક છે. આપણને દેશમાં એક પ્રગતિશીલ રાજ્ય તરીકે ગણવામાં આવે છે. દરેક વ્યક્તિએ શાંતિ અને સદ્ભાવના રહેવું જોઈએ અને જાતિઓ વચ્ચે એકતા હોવી જોઈએ. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાઈ ન જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી દરેકની છે. આ દરમિયાન દરેક વ્યક્તિએ આ જવાબદારી નિભાવવી જોઈએ અને આમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

થાણેમાં રેલી દરમિયાન મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ કરવામાં આવી હતી

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ 12 એપ્રિલે થાણેમાં મહાવિકાસ અઘાડી સરકારને 3 મે સુધીમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું કહ્યું હતું. રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. આ સાથે તેમણે કહ્યું હતું કે જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર વારંવાર ‘હનુમાન ચાલીસા’ વગાડવામાં આવશે. તેમનું કહેવું છે કે તેમણે તમામ મૌલવીઓ સાથે બેઠક કરવી જોઈએ અને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેવા જોઈએ. 3 મે પછી જે મસ્જિદ પર લાઉડ સ્પીકર લગાવેલું હશે તેની બહાર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

રાજ ઠાકરેની અપીલ – જ્યાં લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે ત્યાં હનુમાન ચાલીસા વગાડવી જોઈએ

રાજ ઠાકરેએ કહ્યું કે, જો ઉત્તર પ્રદેશમાં લાઉડસ્પીકર હટાવી શકાય છે તો મહારાષ્ટ્રમાં કેમ હટાવી ન શકાય? બધા લાઉડસ્પીકર ગેરકાયદેસર છે. સાથે જ, સુપ્રીમ કોર્ટે એ પણ ફરજિયાત કર્યું છે કે લાઉડ સ્પીકર લગાવતા પહેલા તમારે સ્થાનિક પોલીસ સ્ટેશનની પરવાનગી લેવી પડશે? કોઈની પાસે પરવાનગી નથી. તેમણે ભારપૂર્વક કહ્યું, પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે કે ઈદ 3જી તારીખે છે. હું તેમના તહેવાર દરમિયાન કોઈ ઝેર ફેલાવવા માંગતો નથી. હું મહારાષ્ટ્રના તમામ હિંદુ ભાઈઓ અને બહેનોને વિનંતી કરું છું કે ત્રીજી તારીખ પછી જ્યાં પણ લાઉડસ્પીકર લગાવેલા છે, ત્યાં તમારે બમણા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવી જોઈએ.

આ પણ વાંચો :  Hanuman Chalisa Row: રાણા દંપતીની જામીન અરજી પર આજે આવી શકે છે ચુકાદો 

Next Article