Maharashtra : મુસ્લિમ આરક્ષણ માટે AIMIM આક્રમક મૂડમાં, ઓવૈસીએ શિવસેના પર લગાવ્યા ગંભીર આરોપ

AIMIM ના વડા ઓવૈસીએ કહ્યું, 'પવાર સાહેબ, જણાવો કે શિવસેના સેક્યુલર છે ? રાહુલ ગાંધી મને કહો કે શિવસેના સેક્યુલર છે ? 1992માં શું થયું તે ભૂલી ગયા ?'

Maharashtra : મુસ્લિમ આરક્ષણ માટે AIMIM આક્રમક મૂડમાં, ઓવૈસીએ શિવસેના પર લગાવ્યા ગંભીર આરોપ
Asaduddin Owaisi (File Photo)
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:31 AM

Maharashtra :  મહારાષ્ટ્રમાં ઓબીસી અને મરાઠા આરક્ષણનો મુદ્દો હજુ ગરમ છે, ત્યાં મુસ્લિમ આરક્ષણના (Muslim Reservation) મુદ્દાએ જોર પકડ્યુ છે. AIMIM ના વડા અસદુદ્દીન ઓવૈસી અને સાંસદ ઈમ્તિયાઝ જલીલના નેતૃત્વમાં આગામી સમયમાં રાજ્યમાં મુસ્લિમ અનામતનો મુદ્દો વધુ જોરશોરથી ઉઠાવવામાં આવનાર છે. ઔરંગાબાદ બાદ ઓવૈસીએ (Owaisi)  સોલાપુરમાં મુસ્લિમ આરક્ષણ માટે ‘ચલો મુંબઈ’નો નારો આપ્યો છે.

મળતી માહિતી અનુસાર 11 ડિસેમ્બરે મુંબઈમાં મુસ્લિમ આરક્ષણ અને વકફ બોર્ડની જમીન બચાવવા માટે એક રેલી કાઢવામાં આવશે. જેની 23 નવેમ્બરના રોજ સોલાપુરના એક કાર્યક્રમમાં AIMIM દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ઓવૈસીએ જણાવ્યું કે, મુસ્લિમો શૈક્ષણિક રીતે પછાત છે. મહાવિકાસ આઘાડી સરકાર સમક્ષ પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, ‘મુસ્લિમોએ તમારી પાસે શિક્ષણમાં અનામતની માંગ કરી છે. તેમને આરક્ષણ કેમ નથી આપતા ? શિવસેના સરકારની જીભ કેમ બંધ છે ?’

ઓવૈસીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

ઓવૈસીએ કહ્યું, “લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ અને એનસીપીના લોકો કહેતા હતા કે AIMIMને વોટ ન આપો. તમે ઓવૈસીના નામ પર વોટ કરશો પણ શિવસેના (ShivSena) અને ભાજપને ફાયદો થશે.” તેની અસર ઘણા લોકો પર પણ પડી હતી. એનસીપી અને કોંગ્રેસે અમને ભાજપની B ટીમ ગણાવી, પરંતુ જ્યારે સત્તામાં આવવાનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસે શિવસેના સાથે સરકાર બનાવી લીધી.

‘પવાર સાહેબ કહો શિવસેના સેક્યુલર છે ? શું તમે 1992 ભૂલી ગયા છો? ‘

વધુમાં ઓવૈસીએ કહ્યું, ‘શિવસેના સેક્યુલર નથી. તે ભાજપની જેમ કોમવાદી છે. પવાર સાહેબ કહે શિવસેના સેક્યુલર છે? રાહુલ ગાંધી મને કહો કે શિવસેના સેક્યુલર છે ? 1992 માં શું થયું તે ભૂલી ગયા ?

સેક્યુલરિઝમ બચાવવાનો ડોળ કરી રહ્યા છે : ઓવૈસી

મહા વિકાસ આઘાડી સરકાર પર પ્રહારો કરતાં ઓવૈસીએ કહ્યું, ‘સભાગૃહની અંદર ઊભા રહીને ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)  કહે છે કે અમે બાબરી મસ્જિદ તોડી નાખી. તો સેક્યુલર NCP અને કોંગ્રેસને શરમ ન આવી ? તેમણે શિવસેનાને બિનસાંપ્રદાયિક બનાવી અને અમારા પર સાંપ્રદાયિક હોવાનો આરોપ લગાવ્યો.  ત્રણેય સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે અને સેક્યુલરિઝમ બચાવવાનું છે તેવો ડોળ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: MSRTC Strike: રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓને મહારાષ્ટ્ર સરકારની મોટી ઓફર, બુધવારે હડતાળ સમાપ્ત થવાની શક્યતા!

આ પણ વાંચો: Maharashtra: ST કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, જનશક્તિ સંગઠનના કાર્યકરોએ પરિવહન મંત્રી અનિલ પરબના ઘર પર ફેંકી શાહી

Published On - 11:13 am, Wed, 24 November 21