‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોયા બાદ મહારાષ્ટ્રના અમરાવતીમાં બે જૂથ વચ્ચે અથડામણ, 15 યુવકોની ધરપકડ

|

Mar 22, 2022 | 7:27 PM

આ યુવકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ હાલ શાંતિ છે. ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખીને પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે.

ધ કાશ્મીર ફાઇલ્સ જોયા બાદ મહારાષ્ટ્રના અમરાવતીમાં બે જૂથ વચ્ચે અથડામણ, 15 યુવકોની ધરપકડ
The Kashmir Files Cover

Follow us on

કાશ્મીરી પંડિતો પર અત્યાચારના મુદ્દા પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ(The Kashmir Files)  જે રીતે કલેક્શનના મામલામાં દરરોજ એક રેકોર્ડ તોડી રહી છે, તે જ રીતે વિવાદોના મામલામાં પણ દરરોજ નવા રેકોર્ડ બનાવતી જોવા મળી રહી છે. અહીં મોટી વાત એ છે કે આ ફિલ્મ પર ઓછા પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ ફિલ્મને કારણે વધુ સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્રના અમરાવતીમાં  (Amravati in Maharashtra) આ ફિલ્મ જોયા બાદ બે જૂથો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. અહીંના અચલપુર વિસ્તારમાં ફિલ્મ જોયા બાદ કેટલાક યુવકોએ ‘જય શ્રી રામ’ના નારા લગાવવા માંડ્યા. આ બાબતે અન્ય જૂથ ગુસ્સે થયું હતુ અને સૂત્રોચ્ચાર કરનારાઓ સાથે આવીને ઝઘડો કર્યો હતો. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસ આવી અને 15 યુવકોની ધરપકડ કરવામાં આવી.

અમરાવતી વિસ્તારના અચલપુરના થિયેટરમાંથી ફિલ્મ જોઈને એક જૂથ જય શ્રી રામના નારા લગાવતા લાલ પુલ પાસે પહોંચ્યું. અહીં આઝાદ નગરમાં રહેતા અન્ય જૂથના કેટલાક યુવકો આવ્યા અને તેનું કારણ પૂછવા લાગ્યા. ધીમે ધીમે મામલો ચર્ચા સુધી પહોંચ્યો અને પછી મારપીટ શરૂ થઈ. આ લડાઈમાં કેટલાક યુવકોને ઈજાઓ પણ થઈ હતી.

શહેરમાં અત્યારે શાંતિ છે, ઝઘડાથી કોઈ ફાયદો નથી, જનતા આ જાણે છે.

બંને જૂથો વચ્ચે વધી રહેલા તણાવને જોતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પૂછપરછ કર્યા બાદ પોલીસ 15 યુવકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. આ યુવકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ હાલ શાંતિ છે. ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખીને પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

મહારાષ્ટ્રમાં ફીલ્મને ટેક્સ ફ્રી કરવા માટે ભાજપની માંગ

આ દરમિયાન તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કુલ 9 રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ભાજપ મહારાષ્ટ્રમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ કરી રહી છે. પરંતુ મહા વિકાસ આઘાડી સરકારે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો ઇનકાર કરી દીધો છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલનું કહેવું છે કે જે રીતે લોકોને બોલાવી બોલાવીને ફિલ્મ બતાવવામાં આવી રહી છે અને જે રીતે અમુક સંસ્થાઓ ફિલ્મ જોયા બાદ યુવાનો સાથે વાતચીત કરી રહી છે, તેનાથી સમાજમાં તણાવનું વાતાવરણ સર્જાય તે શક્ય છે. ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે જો ફિલ્મ આટલી સારી છે તો માત્ર મહારાષ્ટ્રમાં જ તેને ટેક્સ ફ્રી કેમ કરવી જોઈએ. કેન્દ્રની મોદી સરકારે જીએસટીમાં તેના હિસ્સાના ટેક્સમાં છૂટ આપવી જોઈએ અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફિલ્મને ટેક્સ ફ્રી કરવી જોઈએ.

આ પણ વાંચો : Maharashtra: RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે નાગપુરમાં લગાવ્યા સનસનાટીભર્યા આરોપ, કહ્યું PFI હિંસક ગતિવિધિઓમાં સામેલ છે

Next Article