Accident: મહારાષ્ટ્રમાં દુ:ખદ અકસ્માત, ટ્રક પલટી જતા 16 કામદારોનાં મોત

|

Feb 15, 2021 | 10:59 AM

જલગાંવ જીલ્લામાં ટ્રક પલટી જતા 16 લોકોનાં મોત નીપજ્યાં. આ accident માં તમામ મૃતકો આ જ જિલ્લાના અભોદા, કરહલા અને રાવેરના મજૂર હતા.

Accident: મહારાષ્ટ્રમાં દુ:ખદ અકસ્માત, ટ્રક પલટી જતા 16 કામદારોનાં મોત
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સોમવારે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક દુ:ખદ ઘટના ઘટી છે. જલગાંવ જીલ્લામાં એક ટ્રક પલટી જતા 16 લોકોનાં મોત નીપજ્યાં. તમામ મૃતકો આ જ જિલ્લાના અભોદા, કરહલા અને રાવેરના મજૂર હતા. પોલીસનું કહેવું છે કે રાજાઓન ગામના એક મંદિર પાસે અડધી રાતે પપૈયાથી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. જેના કારણે તેમાં સવાર 16 મજુરોના મોત નીપજ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે પાંચ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ગ્રામીણ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે તમામ મૃતકો ટ્રકમાં જ સવાર હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન કાર્યાલયે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, “મહારાષ્ટ્રના જલગાંવમાં દુખદ ટ્રક અકસ્માત થયો છે. શોકગ્રસ્ત પરિવારોને સંવેદના અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓ વહેલી તકે સ્વસ્થ થાય તેવી કામના. ‘

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

અહેવાલ અનુસાર પપૈયા લઈને જતી ટ્રકે વળાંકમાં નીયંત્રણ ખોઈ દીધું. અને ટ્રક પલટી ખાઈ ગયો. ટ્રકમાં ઘણા મજૂર સવાર હતા. અહેવાલ અનુસાર માર્ગમાં રહેલા ખાડાઓના કારણે આ ઘટના ઘટી છે.

 

Next Article