મહારાષ્ટ્રના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નકલી! મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે તપાસ માટે કમિટીની રચના કરવાનો આપ્યો આદેશ

|

Apr 09, 2022 | 6:49 PM

રાજ્યના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બોગસ (fake Aadhaar card) હોવાના અને 29 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આધાર કાર્ડ વગર હોવાના સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આધાર કાર્ડ સાથે નોંધાયેલા વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી.

મહારાષ્ટ્રના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નકલી! મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે તપાસ માટે કમિટીની રચના કરવાનો આપ્યો આદેશ
Aadhar Card

Follow us on

મહારાષ્ટ્રના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ નકલી (Fake Aadhaar Card) હોવાના સમાચાર સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે (Aurangabad bench of Bombay High Court) આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. આ ત્રણ સભ્યોની કમિટીમાં નિવૃત્ત જજ હોવા ઉપરાંત એક વકીલ અને સોફ્ટવેર એન્જિનિયરનો પણ સમાવેશ થશે. રાજ્યના 19 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ બોગસ (fake Aadhaar card) હોવાના અને 29 લાખ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આધાર કાર્ડ વગર હોવાના સમાચાર સામે આવ્યા છે.

હાઈકોર્ટની દરમિયાનગીરી બાદ આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આધાર કાર્ડ સાથે નોંધાયેલા વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી. હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મામલે યોગ્ય પગલાં લેવા અને કાર્યવાહીનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. પરલીમાં રહેતા બ્રિજમોહન મિશ્રાએ આ અંગે અરજી કરી હતી. તેની અરજી પર કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

Published On - 6:46 pm, Sat, 9 April 22

Next Article