Maharashtra : પ્રેમમાં દગો ખાનારા યુવકે બોંબ મુકાયાનો બોગસ કોલ કરી પોલીસને દોડાવી, અંતે ધરપકડ

|

Sep 20, 2022 | 7:32 AM

આરોપી દિનેશ સુતારે ફરીથી કંટ્રોલ રૂમને ફોન કર્યો અને કહ્યું કે બોમ્બ ઝવેરી બજાર વિસ્તારની 'ખાઉ ગલી'માં મૂકવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ પછી પોલીસ એક્શનમાં આવી ગઈ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

Maharashtra : પ્રેમમાં દગો ખાનારા યુવકે બોંબ મુકાયાનો બોગસ કોલ કરી પોલીસને દોડાવી, અંતે ધરપકડ
A young man who was betrayed in love made a bogus call about a bomb and rushed the police, finally arrested

Follow us on

મહારાષ્ટ્ર(Maharashtra ) રાજ્યની રાજધાની મુંબઈના ગીચ ઝવેરી બજાર વિસ્તારમાં બોમ્બના(Bomb ) નકલી કોલથી ખળભળાટ મચી ગયો હતો. ઉચ્ચ પોલીસ (Police ) અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ તાત્કાલિક આતંકવાદ વિરોધી ટુકડી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી હતી. વિસ્તારની દુકાનો ખાલી કરાવવામાં આવી હતી. આ સાથે લોકોને તેનાથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે નકલી કોલને ટ્રેસ કરીને 24 વર્ષના યુવકની ધરપકડ કરી છે. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, દક્ષિણ મુંબઈના કાલબાદેવી રોડના રહેવાસી દિનેશ સુતારે રવિવારે (18 સપ્ટેમ્બર) સવારે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને ફોન કર્યો અને કહ્યું કે અહમદનગર જિલ્લાના જામખેડમાં બોમ્બ છે. આરોપી દિનેશ સુતારે બાદમાં ફરીથી કંટ્રોલ રૂમને ફોન કર્યો અને કહ્યું કે બોમ્બ ઝવેરી બજાર વિસ્તારની ‘ખાઉ ગલી’માં મૂકવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ પછી પોલીસ એક્શનમાં આવી ગઈ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મળતી માહિતી પ્રમાણે તે મહિલા સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચિત થયો અને તેઓ એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા હતા. પણ જ્યારે એક મહિના પહેલા તેમના સંબંધોનો અંત આવ્યો ત્યારે તેણે બદલો લેવાનું નક્કી કર્યું. “તે રવિવારે નશામાં હતો, જેના પછી તેણે જામખેડ પોલીસનો નંબર ડાયલ કર્યો અને કહ્યું કે બોમ્બ બ્લાસ્ટ થશે. ત્યારપછી તેણે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો અને કહ્યું કે તેણે દક્ષિણ મુંબઈના ઝવેરી બજારમાં બોમ્બ પ્લાન્ટ કર્યો છે તેવું જણાવ્યું હતું.

દુકાનો બંધ હતી

તે જ સમયે, બોમ્બના સમાચાર મળતાની સાથે જ પોલીસ તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને મિનિટોમાં તમામ ખાણીપીણી અને દુકાનો ખાલી કરાવી હતી. લોકોને વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું.. પોલીસે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને પણ તેમની ઈમરજન્સી હેલ્પલાઈન 112 પર કંટ્રોલ રૂમને કરવામાં આવેલા કોલ અંગે જાણ કરવામાં આવી હતી.

નંબર ટ્રેસ થતાં જ આરોપીની ધરપકડ કરાઈ

પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોલ કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન નંબર ટ્રેસ કર્યા બાદ આરોપીને ભુલેશ્વરમાં શોધી કાઢ્યો હતો. લોકમાન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આરોપીને બોલાવ્યો અને બોમ્બ ક્યાં રાખવામાં આવ્યો છે તે બતાવવા કહ્યું. તેઓએ છટકું ગોઠવ્યું અને થોડા કલાકોમાં જ આરોપી દિનેશને પકડી લીધો.

Next Article