
મહારાષ્ટ્રમાં ચાલી રહેલો હિંદી ભાષાનો વિરોધ એ કોઈ આજકાલનો વિરોધ નથી પરંતુ આ વિરોધ 50ના દાયદાથી ચાલી રહ્યો છે. જે રાજકીય કારણોસર સમયાંતરે આ મુદ્દો ગમે ત્યારે ફ્રન્ટ ફુટ પર પર આવી જાય છે. પચાસના દશકમાં તત્કાલિન બોમ્બે સ્ટેટ જેમા આજનુ ગુજરાત અને ઉત્તર પશ્ચિમ કર્ણાટક પણ આવે છે, જ્યાં એક અલગ મરાઠી ભાષી રાજ્ય બનાવવાની માગને લઈને સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન શરૂ થયુ. 60ના દાયકામાં આંદોલનની અસરો જોવા મળી. સંસદે The Bombay Reorganisation Act પારીત કર્યો. જે બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત બે અલગ રાજ્ય બન્યા. તેના બરાબર 6 વર્ષ બાદ જ્યારે બાલા સાહેબ ઠાકરે એ શિવસેનાની સ્થાપના કરી તો તેમનું જગજાહેર લક્ષ્ય બેંકની નોકરીઓ અને વ્યવસાયમાં દક્ષિણ ભારતીયો અને ગુજરાતીઓના વર્ચસ્વ સામે મરાઠી માનુષનું રક્ષણ કરવાનું હતું. શિવસેનાએ મરાઠી ભાષા, મરાઠી અસ્મિતા અને મરાઠી લોકોના મુદ્દાઓ ઉઠાવીને મહારાષ્ટ્રમાં પોતાની મજબુત પકડ બનાવી અને ઓળખ ઉભી કરી. એંસીના દાયકામાં, શિવસેનાના કાર્યકરોએ દક્ષિણ ભારતીયો અને ઉત્તર પ્રદેશ અને બિહારથી સ્થળાંતરિત ઉત્તર ભારતીયો સામે...
Published On - 1:00 am, Sun, 6 July 25