Mumbai : ભાયખલા વિસ્તારમાં ભીષણ આગ, આઠ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે

|

Jan 10, 2022 | 1:02 PM

મુંબઈના ભાયખલા વિસ્તારમાં મુસ્તફા બજાર પાસે આવેલા લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. હાલ આગને કાબુ કરવા માટે 8 ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

Mumbai : ભાયખલા વિસ્તારમાં ભીષણ આગ, આઠ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે
File Photo

Follow us on

Mumbai Fire : મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના ભાયખલા વિસ્તારમાં (Bhaykhala Area) આવેલા લાકડાના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગના(Mumbai Fire)  કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની(Fire Brigade)  8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.

આગ લાગવાનું કારણ હજુ અકબંધ

મળતી માહિતી મુજબ, મુંબઈના ભાયખલામાં લાગેલી આ આગમાં હજુ સુધી કોઈ જાનહાનીના સમચાર સામે આવ્યા નથી. હાલ ફાયર ફાઈટરની ટીમ આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. જો કે આગ (Fire) લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર ઓફિસર કેડી ગાડીગાંવકરે આગની ઘટનાને લઈને જણાવ્યુ હતુ કે, આજે સવારે લગભગ 6 વાગ્યે આ આગ લાગી હતી.હાલ અહીં 8 ફાયર એન્જિન અને 10 વોટર ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

આગનો સિલસિલો ક્યારે અટકશે ?

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં ઘાટકોપર વિસ્તારના એક વેરહાઉસમાં (Warehouse) સોમવારે સવારે ભીષણ આગ લાગી હતી. જો કે થોડા કલાકો બાદ આ આગ કાબુમાં આવી હતી. જો કે રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે નાગરિક અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, જે વેરહાઉસમાં આગ લાગી હતી તે ઘાટકોપરના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું છે. આ આગના વાયરલ થઈ રહેલા વીડિયોમાં આગનુ વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ હતુ. જો કે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ પણ વાંચો : કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ

Published On - 1:01 pm, Mon, 10 January 22

Next Article