Mumbai: COVID-19 રસીકરણની નોંધણી માટે લાઈનમાં રાહ જોઈ રહેલા 63 વર્ષના વ્યક્તિનું મોત

|

Mar 12, 2021 | 10:48 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વિરુદ્ધ યુદ્ધમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઈ મહાનગર હેઠળ આવતા નાલા સોપારાથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે.

Mumbai: COVID-19 રસીકરણની નોંધણી માટે લાઈનમાં રાહ જોઈ રહેલા 63 વર્ષના વ્યક્તિનું મોત
Corona Vaccination

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વિરુદ્ધ યુદ્ધમાં કોરોના રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુંબઈ મહાનગર હેઠળ આવતા નાલા સોપારાથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. નાલાસોપારા (પશ્ચિમ) માં COVID-19 રસીકરણ માટે નોંધણી માટે ગયેલા એક 63 વર્ષીય વ્યક્તિનું શુક્રવારે લાઇનમાં રાહ જોતી વખતે મોત નીપજ્યું હતું.

નાલાસોપારા (પશ્ચિમ) માં પાટણકર પાર્કના રહેવાસી હરીશ પંચાલ રસીકરણ માટે રજિસ્ટ્રેશન સેન્ટર ગયા હતા. શુક્રવારે સવારે દસ વાગ્યે નોંધણી માટે કેન્દ્રની બહાર લાઈનમાં ઉભા હતા. તે સમયે તેને બેચેની અનુભવી અને જમીન પર પડ્યા હતા. ત્યારબાદ તેને સિવિલ હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ હેલ્થ ઓફિસર ડો.સુરેખા વાલકેએ જણાવ્યું હતું કે, તેઓ ડાયાબિટીઝથી પીડિત હતા. મૃત્યુનું કારણ જાણવા લાશને પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.

Next Article