Road Accident : મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત, 4 ગુજરાતીના મોત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર અકસ્માત, 4નાં મોત. કાર અને બસ વચ્ચે થયો હતો ગમખ્વાર અકસ્માત. કાર ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહી હતી.

Road Accident : મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત, 4 ગુજરાતીના મોત
મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગંભીર અકસ્માત
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Jan 31, 2023 | 11:04 AM

અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ઘણી વાર રસ્તાની વચ્ચે આડેધડ વાહન ચલાવવાના કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પાલઘર પોલીસે જણાવ્યું કે, કારમાં સવાર ચાર લોકો ગુજરાતના બારડોલીના રહેવાસી હતા, મૃતકોમાં ત્રણ પુરૂષો અને એક મહિલાનો સમાવેશ થાય છે.

કાર લક્ઝરી બસ સાથે અથડાઈ હતી

મહારાષ્ટ્રના મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે સવારે લગભગ 4 વાગ્યે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા હતા. જાણકારી મળી છે કે આ ઘટના પાલઘર જિલ્લાના દહાણુ વિસ્તારમાં સ્થિત મહાલક્ષ્મી મંદિર પાસે બની હતી. ગુજરાતથી મુંબઈ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર સામેથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી.

આ પણ વાંચો: વલસાડ : ધરમપુર નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત

પોલીસના જણાવ્યા અનુસાર કારમાં સવાર ચારેય મુસાફરો ગુજરાતના બારડોલીના રહેવાસી છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. લક્ઝરી બસના ડ્રાઈવર સહિત ત્રણ ઘાયલોની કાસવ ઉપ-જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

મંગળવારે વહેલી સવારે દહાણુ વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી આવતી એક કાર બસ સાથે અથડાતાં 4 લોકોના મોત થયા હતા. કાર મુંબઈ તરફ જઈ રહી હતી અને ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા હતા

મળતી માહિતી મુજબ મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા હતા, અકસ્માતમાં મૃત્યુ પામનાર 4 લોકો બારડોલીના હતા, જો કે 2 લોકો NRI હતા, લંડન જવા માટે મુંબઈ એરપોર્ટ જઈ રહ્યા હતા ચારેય લોકો.