AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડ : ધરમપુર નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર

મળતી માહિતી અનુસાર અકસ્માત ટેમ્પો ચાલકની ભુલને પગલે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 વર્ષીય મિલન ગુબડીયાનું કરુણ મોત થયું છે. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પોચાલક ફરાર થયાનું સામે આવ્યું છે. અકસ્માત થતા તેની જાણ તાત્કાલીક ધોરણે પોલીસને કરવામાં આવી હતી.

વલસાડ : ધરમપુર નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે 19 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત, ટેમ્પો ચાલક ફરાર
Valsad Accident between a tempo and a bike near Dharampur 19 year old died on the spot the driver of the tempo is absconding
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 2:59 PM
Share

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ઘણી વાર રસ્તાની વચ્ચે આડેધડ વાહન ચલાવવાના કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે. વલસાડના ધરમપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે બિલપુડી પાસે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃત પામેલ યુવક ફૂલવાડી ગામનો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : વડોદરાના ડભોઈમાં શાળાની દયનિય સ્થિતિ, પતરાવાળી જર્જરિત શાળામાં જીવના જોખમે આવે છે વિદ્યાર્થીઓ

મળતી માહિતી અનુસાર અકસ્માત ટેમ્પો ચાલકની ભુલને પગલે અકસ્માત સર્જાયો હતો. જેમાં 19 વર્ષીય મિલન ગુબડીયાનું કરુણ મોત થયું છે. અકસ્માત સર્જાયા બાદ ટેમ્પોચાલક ફરાર થયાનું સામે આવ્યું છે. અકસ્માત થતા તેની જાણ તાત્કાલીક ધોરણે પોલીસને કરવામાં આવી હતી.

આજે વલસાડ ઉપરાંત રાજકોટમા પણ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો છે. અકસ્માતની તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના ફુટેઝ સામે આવી રહ્યાં છે. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું.

આ અગાઉ પણ રાજકોટથી વિસાવદર જતી જાનૈયાઓની ટ્રાવેલ્સ બસ અને યુટીલિટી વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રાવેલ્સ નજીકમાં આવેલી નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી ગઈ હતી. જો કે જાનૈયાઓને કોઈ ઈજા થઈ ન હતી. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.જાનની બસ ગોંડલમાં ગુંદાળા ચોકડી ઓવરબ્રિજ નજીકથી પસાર થતી હતી, ત્યારે અકસ્માત નડ્યો હતો.

રાજકોટથી વિસાવદર લગ્નનો પ્રસંગ પતાવી બસ જાનૈયાઓને લઈને વિસાવદર તરફ જતા બસ ચાલકે કાબુ ગુમાવતા પિકઅપ વાન સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે બેકાબુ બનેલી બસે એક નોનવેજની લારીને અડફેટે લઈને કારખાનાની દિવાલમાં ઘુસી જવા પામી હતી. બસમાં બેસેલા 15થી20 જાનૈયાઓનો ચમત્કારીક બચાવ થયો હતો. સમગ્ર ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

Follow Us
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">