Maharashtra : પુનામાં શનિવારથી 12 કલાકના નાઈટ કરફ્યુનું એલાન, બંધ રહેશે હોટલ, રેસ્ટોરન્ટ અને બાર

|

Apr 02, 2021 | 4:06 PM

દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જેમાં મહારાષ્ટ્રના પૂનામાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે, જે દેશમાં કોરોનાની નવી લહેરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. આ નિર્ણય શનિવાર 3 એપ્રિલથી અમલમાં આવશે અને આવતા શુક્રવારે તેની સમીક્ષા કરવામાં આવશે. આ રાત્રિ કર્ફ્યુ સાંજે 6  વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

Maharashtra : પુનામાં શનિવારથી 12 કલાકના નાઈટ કરફ્યુનું એલાન, બંધ રહેશે હોટલ, રેસ્ટોરન્ટ અને બાર
પુનામાં શનિવારથી 12 કલાકના નાઈટ કરફ્યુનું એલાન

Follow us on

Maharashtra : દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જેમાં મહારાષ્ટ્રના પૂનામાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે, જે દેશમાં કોરોનાની નવી લહેરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. આ નિર્ણય શનિવાર 3 એપ્રિલથી અમલમાં આવશે અને આવતા શુક્રવારે તેની સમીક્ષા કરવામાં આવશે. આ રાત્રિ કર્ફ્યુ સાંજે 6  વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. દેશના ઘણા શહેરોમાં લાદવામાં આવેલા નાઇટ કર્ફ્યુની તુલનામાં આ સૌથી લાંબો કર્ફ્યુ હશે.

પુનાના વિભાગીય કમિશનર સૌરભ રાવે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, બાર, હોટલ, રેસ્ટોરન્ટ પણ આગામી 7 દિવસ માટે બંધ રહેશે. આ ઉપરાંત લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. 50 થી વધુ લોકોને લગ્નમાં એકત્ર થવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને 20 થી વધુ લોકો અંતિમવિધિમાં ભાગ લઈ શકશે. આ સમય દરમિયાન તમામ ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ બંધ રહેશે.

જેના પગલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે મોડી સાંજે સમીક્ષા બેઠક બાદ રાજ્યના લોકોને સંબોધન કરશે. મુખ્યમંત્રીના સંબોધન પૂર્વે અટકળો તેજ થઈ ગઈ છે કે તેઓ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સીએમ ઠાકરે દ્વારા આ સંબોધન વિશે મુંબઈની મેયર કિશોરી પેડનેકરે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે સંબોધન દરમિયાન તેઓ કડક નિયમો જાહેર કરી શકે છે.મુંબઇના મેયર કિશોરી પેડનેકર જણાવ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે સાડા આઠ વાગ્યે રાજ્યના લોકોને સંબોધન કરશે.

થાણેમાં કોરોનાના 4,350 નવા કેસ 18 લોકોના મોત

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોરોના ના 4,350 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત કેસોની સંખ્યા વધીને 3,23,661 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 18 દર્દીઓનાં મોતને લીધે જિલ્લામાં મૃત્યુઆંક 6,510 પર પહોંચી ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોવિડ -19 નો મૃત્યુ દર 1.99 ટકા છે. અત્યાર સુધીમાં 2,83,849 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર 87 87.99 ટકા રહ્યો છે.

આઠ રાજયોમાં કોરોનાના 84.61 ટકા કેસ 

ભારતમાં કોરોનાએ ફરીથી તેની ગતિ વધારી છે. જેના પગલે કેન્દ્ર સરકાર શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેબિનેટ સચિવની બેઠક કરી રહી છે. કેબિનેટ સચિવો વિડીયો કોન્ફરન્સ દ્વારા અસરગ્રસ્ત રાજ્યો સાથે વાતચીત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠક બાદ કેન્દ્ર રાજ્યો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડશે.

દેશના આઠ રાજયોમાં કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. આ રાજ્યોમાં કોરોનાના 84.61 ટકા કેસ નોંધાયા છે.

Published On - 3:57 pm, Fri, 2 April 21

Next Article