દર વર્ષે 28 એપ્રિલે કામ પર સલામતી અને સ્વસ્થ (The World Day for Safety and Health at Work ) રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ સમગ્ર વિશ્વમાં (World ) ઉજવવામાં આવે છે. વ્યવસાયિક અકસ્માતો અને રોગોના નિવારણને પ્રોત્સાહન આપવા અને કાર્યસ્થળ પર આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ લાવવા માટે વિશ્વભરમાં આ દિવસ મનાવવામાં આવે છે.
આપણામાંના મોટાભાગના લોકો પોતાના કાર્યસ્થળ પર નોંધપાત્ર સમય વિતાવે છે, તેથી જ ત્યાં તંદુરસ્ત આરોગ્ય ધોરણો જાળવવાનું મહત્વપૂર્ણ બની જાય છે. જેથી કામ પર કોઈપણ પ્રકારની ખોટી ઘટનાઓ ટાળી શકાય. વ્યવસાયિક અકસ્માતો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે, કામ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ મનાવવામાં આવે છે.
આ દિવસને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO) દ્વારા વૈશ્વિક સ્તરે વ્યવસાયિક અકસ્માતો અને રોગોને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાહેર કરવામાં આવ્યો હતો. તે મૂળભૂત રીતે જાગરૂકતા વધારવાનું અભિયાન છે જે વ્યવસાયિક સલામતી અને આરોગ્યમાં ઉભરતા પ્રવાહોને પ્રકાશિત કરે છે.
આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે જેથી તંદુરસ્ત કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે અને કામ સંબંધિત મૃત્યુ અને ઇજાઓ ઓછી થાય. આ દિવસ મૃત અને ઇજાગ્રસ્ત કામદારો માટેના આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસને પણ ચિહ્નિત કરે છે જે 1996 થી ટ્રેડ યુનિયન ચળવળ દ્વારા સમગ્ર વિશ્વમાં આયોજિત કરવામાં આવે છે. ILO એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે અને આ મુદ્દા પર માહિતી પ્રસારિત કરી છે.
કાર્ય પર સલામતી અને આરોગ્ય માટે આ વર્ષના વિશ્વ દિવસની થીમ છે ‘સકારાત્મક સલામતી અને આરોગ્ય સંસ્કૃતિના નિર્માણ માટે સાથે મળીને કાર્ય કરો’. આ થીમ એક મજબૂત સ્વાસ્થ્ય અને સલામતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કાર્યસ્થળોને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં દરેક વ્યક્તિ સલામત અને સ્વસ્થ કાર્ય વાતાવરણમાં યોગદાન આપી કામ કરી શકે છે.
28 એપ્રિલના રોજ, યુનાઇટેડ નેશન્સ, ILO, સમુદાયો, સરકારી સંસ્થાઓ અને વ્યક્તિઓ જેઓ કાર્યસ્થળ પર વધુ સારા સ્વાસ્થ્યની હિમાયત કરે છે તે સહિતની વિવિધ સંસ્થાઓ કામ પર સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસની આંતરરાષ્ટ્રીય ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને એકજૂથ થાય છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો