
જો તમે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ટિકિટ બુક કરાવતાં પહેલાં કેટલાક મહત્વના નિયમો જાણી લેવા જરૂરી છે. આ ટ્રેનોમાં રેલવેએ તત્કાલ ટિકિટની સુવિધા રાખી નથી. એટલે કે છેલ્લી ઘડીએ તત્કાલ ક્વોટા હેઠળ ટિકિટ બુક કરવાનો કોઈ વિકલ્પ મળશે નહીં. મુસાફરોએ માત્ર એડવાન્સ રિઝર્વેશન પિરિયડ (Advance Reservation Period) દરમિયાન જ ટિકિટ બુક કરાવવી પડશે. આટલું જ નહીં, ટ્રેનમાં મુસાફરી કરવા માટે કન્ફર્મ ટિકિટ હોવી પણ ફરજિયાત છે.
RAC કે વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરોને ટ્રેનમાં ચડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલવેના જણાવ્યા અનુસાર, વંદે ભારત સ્લીપર એક્સપ્રેસમાં તત્કાલ ક્વોટો એટલા માટે નથી રાખવામાં આવ્યો જેથી વધુમાં વધુ મુસાફરો અગાઉથી પોતાના પ્રવાસનું આયોજન કરી શકે. વંદે ભારતના સ્લીપર વર્ઝનમાં બુકિંગ માટે તમામ સીટો જનરલ ક્વોટામાં ઉપલબ્ધ રહેશે, જેથી યાત્રીઓને વહેલી તકે ટિકિટ બુક કરવાનો મોકો મળી રહે.
હાલ દેશમાં વંદે ભારત સ્લીપર એક્સપ્રેસની 3 જોડી ટ્રેનો કાર્યરત છે. તેના રૂટ અને ટ્રેન નંબર નીચે મુજબ છે:
જાહેર ક્ષેત્રની કંપની ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) દ્વારા ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ની ટેક્નોલોજીથી વંદે ભારત સ્લીપર ટ્રેન વિકસાવવામાં આવી છે. આ ટ્રેનો મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એક ટ્રેનમાં કુલ 16 કોચ છે, જેમાં 11 AC 3-ટાયર, 4 AC 2-ટાયર અને 1 ફર્સ્ટ AC કોચ સામેલ છે. ટ્રેનમાં એકસાથે કુલ 823 મુસાફરો મુસાફરી કરી શકે છે. તેમાં AC 3-ટાયરની 611, AC 2-ટાયરની 188 અને ફર્સ્ટ ACની 24 બર્થ છે.
રેલવે બોર્ડના નિયમો અનુસાર, વંદે ભારત સ્લીપરમાં માત્ર કન્ફર્મ ટિકિટવાળા પેસેન્જરો જ મુસાફરી કરી શકશે. આ ટ્રેનમાં RAC અને વેઇટિંગ લિસ્ટ (WL) નો કોઈ નિયમ નથી. વંદે ભારત સ્લીપરની કન્ફર્મ ટિકિટ કેન્સલ કરાવવા પર સમય મુજબ અલગ-અલગ ચાર્જ વસૂલવામાં આવશે:
જો મુસાફરીનું પ્લાનિંગ બદલાય છે, તો ટિકિટ રદ કરાવવામાં મોડું કરવું તમારી મુશ્કેલી અને આર્થિક નુકસાન વધારી શકે છે, ખાસ કરીને ટ્રેન રવાના થવાના 8 કલાક પહેલાં સુધી ટિકિટ કેન્સલ નહીં કરો તો સમગ્ર ભાડું ગુમાવવું પડશે.