ઓછા બજેટમાં કરો વિદેશ યાત્રા! જાણો IRCTCના International Trip પેકેજની સંપૂર્ણ માહિતી

|

Jul 01, 2022 | 9:36 PM

IRCTC Tour Packages: વિદેશ ફરવા જવાનું કોને નહીં ગમે? દરેક વ્યક્તિને ઈચ્છા હોય છે કે તેના પરિવાર સાથે, મિત્રો સાથે કે સ્પેશ્યિલ વ્યક્તિ સાથે વિદેશ ફરવા જાય , પણ વિદેશ યાત્રાના ખર્ચા તેમના બજેટમાં નથી હોતા.

ઓછા બજેટમાં કરો વિદેશ યાત્રા! જાણો IRCTCના International Trip પેકેજની સંપૂર્ણ માહિતી
RCTCs International Trip Package
Image Credit source: travel triangle

Follow us on

આ દુનિયામાં અનેક દેશોમાં એવી સુંદર અને અનોખી જગ્યાઓ છે જેને જોવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. વિદેશ ફરવા જવાનું કોને નહીં ગમે ? દરેક વ્યક્તિને ઈચ્છા હોય છે કે તેના પરિવાર સાથે મિત્રો સાથે કે સ્પેશ્યિલ વ્યક્તિ સાથે વિદેશ ફરવા જાય. પણ વિદેશ યાત્રાના ખર્ચા તેમના બજેટમાં નથી હોતા. તેથી લોકો આ ઈચ્છા પૂરી કરી શકતા નથી. આવા લોકો માટે એક ખુશખબર છે. IRCTC તમારા માટે સસ્તી કિંમતમાં શ્રેષ્ઠ પેકેજ લઈને આવ્યું છે. ઈન્ટરનેશનલ ટ્રીપ (Foreign Trip) માટે IRCTCએ ઘણા દેશો માટે પેકેજીસ (IRCTC Tour Packages) લીધા છે. આ પેકેજો તમારા બજેટમાં સરળતાથી ફિટ થઈ શકે છે. જો તમે તમારી વિદેશ યાત્રાને પૂર્ણ કરવા માંગો છો તો એકવાર તમે આ પેકેજો વિશે વિગતવાર જાણો. જેથી તમે તમારી વિદેશ યાત્રાનું આયોજન કરી શકો.

થાઈલેન્ડ ટ્રીપ

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે જીવનમાં એક વાર થાઈલેન્ડ ફરવા જાય. તમે પણ આ ઈચ્છા પૂરી કરી શકો છો. આ માટે તમને IRCTC તરફથી 5 દિવસ અને 4 રાત વિતાવવાનો મોકો મળશે. આ માટે પ્રતિ વ્યક્તિ પેકેજ 29,999 રૂપિયાથી શરૂ થાય છે. આ પેકેજમાં તમને નાસ્તો અને રાત્રિભોજન અને સારા રોકાણની સુવિધા આપવામાં આવશે. આ સિવાય બેંગકોક અને પટાયા જેવા સ્થળો પર ફરવાનો મોકો મળશે. આ પેકેજ 9 ઓગસ્ટ, 2022 સુધી જ માન્ય છે. આમાં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા કોલકાતાથી બેંગકોક અને બેંગકોકથી પાછા કોલકાતાનું વિમાન ભાડું પણ સામેલ છે.

સિંગાપોર ટ્રીપ

સિંગાપોરની મુલાકાત લેવા માટે 4 દિવસ અને 3 રાતનું પેકેજ છે. આ માટેનું પેકેજ આશરે રૂ. 48,499 પ્રતિ વ્યક્તિથી શરૂ થાય છે. આમાં તમને ડીલક્સ આવાસમાં રહેવાની અને ડીલક્સ બસમાં મુસાફરી કરવાનો મોકો મળશે. તમને સેન્ટોસા ટૂર, સિટી ટૂર, નાઈટ સફારી અને જુરોંગ બર્ડ પાર્ક જેવા સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નેપાળ ટ્રીપ

આ ટૂર પેકેજ 8 દિવસ માટે 7 રાતનું છે. ટૂર પેકેજની કિંમત 34,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. આ પેકેજમાં તમને દરબાર સ્ક્વેર, સ્વયંભુનાથ સ્તૂપ, બૌધનાથ સ્તૂપા, સુરંગકોટ, બિંદ્યાબાસિની મંદિર, ડેવિસ ફોલ, ગુપ્તેશ્વર મહાદેવ ગુફા અને અન્નપૂર્ણા રેન્જની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજમાં હવાઈ ભાડું, ડીલક્સ બસ, રહેઠાણ, મુસાફરી વીમો વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બાલી ટ્રીપ

તમે IRCTCના પેકેજ દ્વારા 47,150 રૂપિયા પ્રતિ વ્યક્તિના ખર્ચે અહીં મુસાફરી કરી શકો છો.બાલી ઈન્ડોનેશિયાનો સૌથી પ્રખ્યાત ટાપુ છે અને હનીમૂન સ્થળ પણ છે. આ પેકેજમાં તમે જિંબરન બીચ, ચિંતામણિ અને ઉબુડ, સેક્રેડ મંકી સેન્કચ્યુરી, તીર્થ એમ્પુલ મંદિર અને તાંજુંગ બેનોઆ બીચ જેવા સ્થળોનો આનંદ માણી શકો છો.

ભૂતાન ટ્રીપ

તમને IRCTC તરફથી 6 દિવસનું 5-રાતનું ટૂર પેકેજ મળશે. આ માટેનું પેકેજ 39,750 રૂપિયાથી શરૂ થાય છે. તમને પારો, સિમતોખા ઝોંગ, મેમોરિયલ ચોર્ટેન, બુદ્ધ પોઈન્ટ પુનાખા ઝોંગ, ભૂટાનનું નેશનલ મ્યુઝિયમ અને કીચુ લાખાંગ જેવા પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. આ પેકેજમાં રાત્રિભોજન અને નાસ્તો પણ સામેલ કરવામાં આવશે.

Next Article