હોરર ફિલ્મ તુમ્બાડ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં આવેલી આ ફિલ્મને ફરીથી રિલીઝ કરવાનો મેકર્સે નિર્ણય લીધો હતો. આ ફિલ્મનું શૂટિંગ લોકેશન પણ મિસ્ટ્રીથી ભરેલું છે. તો ચાલો આજે આપણે તુમ્બાડ ફિલ્મના શૂટિંગ લોકેશન વિશે વાત કરીએ. જ્યાં તમે વેકેશનમાં ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
તમને જાણીને નવાઈ લાગશે કે, આ ફિલ્મનું શૂટિંગ મહારાષ્ટ્રના તુમ્બાડ ગામમાં થયું છે. આ ગામ પુણેથી થોડું દુર આવેલું છે. આ ગામને લઈને પણ અનેક રહસ્ય છે. સ્થાનીકોનું કહેવું છે કે, તુમ્બાડ ગામમાં કોઈ ખજાનો છુપાયેલો છે. પરંતુ આ ખજાનો ક્યાં સ્થળ પર છે. તેના વિશે હજું કોઈ જાણી શક્યું નથી.
કેટલાક લોકો તો આના વિશે વાત કરતાં પણ ડરે છે. ફિલ્મમાં જે વરસાદનો સીન આવે છે. તમને જણાવી દઈએ કે, તુમ્બાડ ગામમાં હંમેશા આવો જ વરસાદ થતો રહે છે.
જો તમે તુમ્બાડ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, તમારે કોંકણા રેલવે સ્ટેશનથી સૌથી નજીક સ્ટેશન અંજની છે. જે આ ગામથી 8 કિલોમીટર દુર આવેલું છે. જો તમે અહિ જવા માંગો છો તો બોમ્બે-ગોવા હાઈવેથી થઈ અહિ પહોંચી શકો છો.
#TUMBBAD2. Pralay Aayega#AdeshPrasad #AnkitJain #AmitaShah #MukeshShah pic.twitter.com/bqItlWqzWL
— Sohum Shah (@s0humshah) September 14, 2024
આ ફિલ્મમાં જે મોટો બંગલો દેખાડવામાં આવ્યો છે. તે રિયલ છે. આ બંગલો મહારાષ્ટ્રના પાલધરના વાદામાં છે. જેને 1703માં બનાવ્યો હતો. જો તમે પણ ફરવા માંગો છો તો તમારે પરમિશન લેવી પડશે. આ બંગલામાં એક ગણપતિ મંદિર પણ છે.તુમ્બાડ 6 વર્ષ પહેલા 2018માં રિલીઝ થઈ હતી. તે સમયે ફિલ્મના પહેલા દિવસે માત્ર 65 લાખ રુપિયાનું કલકેશન કર્યું હતુ. રિ રિલીઝ થતાંની સાથે ફિલ્મને ચાહકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે.