જો તમે આ વખતે કેદારનાથ ધામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. હવે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ હવે IRCTC દ્વારા કરવામાં આવશે. આ માટે ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન વગર કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ નહીં થાય. જે ભક્તોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ જ કેદારનાથ માટે ઓનલાઈન હેલિકોપ્ટર બુક કરી શકશે.
હેલિકોપ્ટરનું બુકિંગ 1 એપ્રિલ 2023થી શરૂ થશે. પ્રવાસ માટે રજીસ્ટ્રશન ચાલુ છે. રજીસ્ટ્રેશન વગર ટિકિટ ઉપલબ્ધ થશે નહીં. આ યાત્રા 25 એપ્રિલથી શરૂ થશે. 200 ટિકિટનો ઈમરજન્સી ક્વોટા હશે, પરંતુ તેના માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. એક ID પરથી એક સમયે વધુમાં વધુ 6 ટિકિટ બુક કરી શકાય છે. ગ્રુપ ટ્રાવેલ માટે એક ID પર વધુમાં વધુ 12 ટિકિટ બુક કરી શકાય છે. શ્રદ્ધાળુઓ માટે હેલીપેડની વ્યવસ્થા પણ એરપોર્ટ જેવી જ હશે. જેમાં હેલિપેડ પર એન્ટ્રી કરતા પહેલા ટિકિટનો QR કોડ સ્કેન કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડિંગ પાસ કરવામાં આવશે.
આ પણ વાંચો : Good News : કેદારનાથ જનારા માટે સારા સમાચાર, IRCTCની વેબ સાઈટ પરથી હેલિકોપ્ટરનું બુકિંગ કરી શકશો
ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 6 લાખ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. નોંધણી પ્રક્રિયા 6 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. કેદારનાથ ધામના દરવાજા 25 એપ્રિલે સવારે 6.20 કલાકે દર્શન માટે ભક્તો માટે ખુલશે.
સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે કે રજીસ્ટ્રેશનની સાથે મુસાફરોએ મેડિકલ ચેકઅપ પણ કરાવવું પડશે. સરકારે લોકોને રજીસ્ટ્રેશન કરતી વખતે સાચો મોબાઈલ નંબર દાખલ કરવાની અપીલ કરી છે. ટૂરિઝમ ડેવલપમેન્ટ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ચાર ધામોની મુલાકાત લેવા માટે દરેક મુલાકાતીઓની નોંધણી ફરજિયાત છે. જો યાત્રીઓ પોતાના વાહનમાં જઈ રહ્યા હોય તો તેમણે પણ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. મુસાફરોએ greencard.uk.gov.in પર નોંધણી કરાવવી પડશે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…