AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Scam Alert: દિલ્હી એરપોર્ટ પર મુસાફર સાથે થયો ખતરનાક ‘ટાઈમ સ્કેમ’, CISF ઓફિસરની સલાહ ન માનવી ભારે પડી

શું તમે દિલ્હી એરપોર્ટ પર એક ટર્મિનલથી બીજા ટર્મિનલ જવા માટે ટેક્સી કરો છો? ઉતાવળ કરતા પહેલા આ કિસ્સો જરૂર વાંચજો. T3 થી T2 જવા માટે નીકળેલા એક શખ્સે સુરક્ષાકર્મીની વાત માની હોત તો તેના સેંકડો રૂપિયા બચી ગયા હોત, પણ એક ટેક્સી ડ્રાઈવરની મીઠી વાતોમાં આવીને તે છેતરાઈ ગયો.

Scam Alert: દિલ્હી એરપોર્ટ પર મુસાફર સાથે થયો ખતરનાક 'ટાઈમ સ્કેમ', CISF ઓફિસરની સલાહ ન માનવી ભારે પડી
| Updated on: Mar 21, 2026 | 8:32 PM
Share

ભારતના સૌથી વ્યસ્ત એવા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્કેમર્સ કેવી રીતે સક્રિય હોય છે, તેનો જીવતો જાગતો પુરાવો એક રેડિટ (Reddit) યુઝરે શેર કર્યો છે. આ ઘટના એવા લોકો માટે ચેતવણી સમાન છે જેઓ એરપોર્ટ પર ઉતાવળમાં ટેક્સી ભાડે કરે છે.

શું હતી આખી ઘટના?

એક મુસાફરને ટર્મિનલ 2 (T2) થી ફ્લાઈટ પકડવાની હતી, પરંતુ ભૂલથી તેની કેબ તેને ટર્મિનલ 3 (T3) પર ઉતારી ગઈ. ત્યાં હાજર CISF ના જવાન એ તેને રસ્તો બતાવતા કહ્યું કે, “લિફ્ટ લઈને ગ્રાઉન્ડ ફ્લોર પર જાવ અને ત્યાંથી ચાલીને T2 પહોંચી જાવ.” પરંતુ મુસાફરે વિચાર્યું કે ટેક્સી કરી લેવી વધુ સારી રહેશે.

ઓ પાજી, હમણાં પહોંચાડી દઈશ’ – ડ્રાઈવરની જાળ

મુસાફર જ્યારે રસ્તામાં હતો ત્યારે તેને એક ટેક્સી ડ્રાઈવર મળ્યો. ડ્રાઈવરે ડરાવ્યો કે, “સાહેબ, ચાલીને જશો તો 20-30 મિનિટ થશે, બેસી જાવ ગાડીમાં.” ભાડા વિશે પૂછતા ડ્રાઈવરે વાત ફેરવી નાખી અને કહ્યું કે, “ઓલા (Ola) ના ભાવે જ લઈ જઈશ, અત્યારે નેટ સ્લો છે.” મુસાફરને લાગ્યું કે 100-200 રૂપિયા ભાડું હશે, પણ ગાડી શરૂ થયાના થોડી જ મિનિટોમાં ડ્રાઈવરે ₹650 માંગ્યા! અંતે રકઝક કરીને મુસાફરે ₹550 આપવા પડ્યા.

જાણવા જેવો સબક: જે ભૂલ મુસાફરે કરી, તમે ન કરતા!

આ ઘટના બાદ યુઝરે સોશિયલ મીડિયા પર અન્ય મુસાફરોને ચેતવતા કેટલીક મહત્વની વાતો જણાવી છે:

  • વોકિંગ ડિસ્ટન્સ: T3 થી T2 માત્ર 5 થી 10 મિનિટના ચાલવાના અંતરે છે. તેના માટે ટેક્સીની કોઈ જરૂર હોતી નથી.
  • શટલ બસ સુવિધા: જો તમારે એક ટર્મિનલથી બીજા ટર્મિનલ જવું હોય (ખાસ કરીને T1 થી T3), તો માત્ર ₹25 માં રેલવે કે એરપોર્ટની શટલ બસ મળે છે.
  • ભાડું નક્કી કરો: જો ટેક્સી કરવી જ પડે, તો પહેલા ભાડું નક્કી કરો અને પછી જ ગાડીમાં બેસો.

દિલ્હી એરપોર્ટ પર CISF જવાનો અનુભવી હોય છે અને તેમની સલાહ હંમેશા મુસાફરોના હિતમાં હોય છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય ઘણીવાર ખિસ્સા પર ભારે પડી શકે છે.

શું તમે પણ ગર્લફ્રેન્ડને ફેમિલી સાથે મળાવવાનું વિચારી રહ્યા છો? ઉતાવળ કરતા પહેલા આ 5 ‘ડેન્જર સાઈન’ ચેક કરી લો

Follow Us
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
g clip-path="url(#clip0_868_265)">