અમદાવાદથી અયોધ્યાની સફર માત્ર બે કલાકમાં પુરી કરો અને બચાવો તમારા 22 કલાક આ રીતે

|

Dec 30, 2023 | 1:44 PM

રામ મંદિરના ઉદ્ઘાટનમાં ભાગ લેવા લાખો લોકો અહીં પહોંચશે. ત્યારે શું તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગો છો તો અમદાવાદથી અયોધ્યા રામ મંદિર પહોચવા માટે ટૂક જ સમયમાં ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આ ફ્લાઈટ તમને માત્ર 2 કલાકમાં જ તમને અયોધ્યા પહોંચાડી દેશે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે અયોધ્યા જવા માટે ફ્લાઈટનુ કરાવશો બુકિંગ

અમદાવાદથી અયોધ્યાની સફર માત્ર બે કલાકમાં પુરી કરો અને બચાવો તમારા 22 કલાક આ રીતે
Ahmedabad to Ayodhya in Just 2 hours

Follow us on

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામ લલ્લાના અભિષેકનો કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ છે જેના માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 22 જાન્યુઆરીએ PM મોદી સહિત દેશ-વિદેશના તમામ VVIP મહેમાનો અયોધ્યા આવવાના છે. રામ મંદિરના ઉદ્ઘાટનમાં ભાગ લેવા લાખો લોકો અહીં પહોંચશે. ત્યારે શું તમે પણ ભગવાન રામના દર્શન કરવા માંગો છો તો અમદાવાદથી અયોધ્યા રામ મંદિર પહોચવા માટે ટૂક જ સમયમાં ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. આ ફ્લાઈટ તમને માત્ર 2 કલાકમાં જ તમને અયોધ્યા પહોંચાડી દેશે.

2 કલાક અમદાવાદથી અયોધ્યા !

અયોધ્યા જવા માટે હવે ટૂંક જ સમયમાં ફ્લાઈટ શરુ થઈ રહી છે મળતી માહિતી મુજબ અમદાવાદથી અયોધ્યા જવા માટે 6 જાન્યુઆરીએ પહેલી ફ્લાઈટ છે. તે બાદ 10 જાન્યુઆરીથી દરરોજ ફ્લાઈટ જશે તેમાં સૌથી સસ્તી ફ્લાઈટ 18 , 23 અને 27 તારીખના રોજ છે. જેમાં 18 તારીખનુ ફ્લાઈટનું ભાડુ 4,799 રુપિયા છે તેમાં પણ 2 કલાકમાં જ અયોધ્યા પહોચી જવાય તેવી પણ ફ્લાઈટ શરુ કરી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કેવી રીતે ફ્લાઈટ કરશો બુક?

આ ચાર્ટમાં જોઈ શકાય છે પહેલી ફ્લાઈ 9.10 છે જે માત્ર 2 કલાક એટલે કે 11 કલાકે તમને સીધા અયોધ્યા એરપોર્ટ પર પહોંચાડી દેશે. જોકે આ બાદ પણ ઘણી ફ્લાઈટ છે જેનું ભાડુ અલગ અલગ છે. પણ તે ફ્લાઈટ ડિરેક્ટ નથી તે અમદાવાદથી દિલ્હી જશે અને ત્યાર બાદ દિલ્હીથી અયોધ્યા રામ નગરી. આમ, આ ફ્લાઈટને પહોચવામાં 7 કલાકનો સમય લાગશે. જોકે મોટા ભાગે લોકો જલદી દર્શન કરવા જવા માંગતા હોય છે ત્યારે તમને એક દિવસ છોડી બીજા દિવસની નોનસ્ટોપ ફ્લાઈટ માટે બુકિંગ કરાવી શકો છો.

અહીં જોયેલી વિગત મુજબ તમને 19 તારીખ સુધીમાં નોનસ્ટોપ ફ્લાઈટનો ફાયદો ઉઠાવી શકો છે તે બાદ 20, 21 અને 22 તારીખે 2 કલાકમાં અયોધ્યા પહોંચાડી દે એવી એક પણ ફ્લાઈટ નથી તે બાદ પીછી સીધા તમારે 23 તારીખે 9:10ની ફ્લાઈટ છે. આ રીતે તમે અહીં આપેલી વિગતોને આધારે તમારી અમદાવાદથી અયોધ્યાની ફ્લાઈટની ટિકીટ બુક કરાવી શકો છો.

ઈન્ડિગો એરલાઈન 6 તારીખની ઉડાન માટે શરુ

દિલ્હી-અયોધ્યા માટે ઈન્ડિગો એરલાઈન્સની પ્રથમ ફ્લાઈટ આજે ઉપડશે. જોકે, 6 જાન્યુઆરી, 2024થી કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન શરૂ થશે. ઈન્ડિગો 11 જાન્યુઆરી, 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ફ્લાઈટનું સંચાલન શરૂ કરશે.

Published On - 1:43 pm, Sat, 30 December 23

Next Article