Breaking News : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જમીનની 100 ફૂટ નીચે સ્ટેશન, સમુદ્રની નીચે 7 કિમી લાંબી ટનલમાંથી પસાર થશે

India First Bullet Train: રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવે દેશની પહેલી બુલેટ ટ્રેનને લઈ મોટું અપડેટ આપ્યું છે. તેમજ બુલેટ ટ્રેનના દરેક કામ વિશે જાણકારી આપી છે.બુલેટ ટ્રેન સ્ટેશન મુંબઈ બીકેસી, થાણે, વિરાર,બોઈસર, વાપી, બિલિમોરા, સુરત,ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સામેલ છે.

Breaking News : ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જમીનની 100 ફૂટ નીચે સ્ટેશન, સમુદ્રની નીચે 7 કિમી લાંબી ટનલમાંથી પસાર થશે
| Updated on: Oct 27, 2026 | 11:34 AM

દેશમાં બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ માટે ટ્રૈક, બ્રિઝ,ટનલ સહિત રેલવે સ્ટેશનો પરનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનને 2027માં હાઈસ્પીડ ટ્રૈક પર દોડાવવાની આશા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પોસ્ટ કરી કહ્યું કે, ભારતની પહેલી બુલેટ ટ્રેન હવે આકાર લઈ રહી છે.

7 કિલોમીટર લાંબી સુરંગ

તેમજ હાઈ સ્પીડ ટ્રેન ચલાવવા માટે તૈયાર કરવામાં આવેલા રેલવે સ્ટેશ અને સી ટનલ વિશે વિસ્તારથી વાત કરી છે.મુંબઈમાં બુલેટ ટ્રેનનું એક સ્ટેશ જમીનથી 100 ફીટ નીચે બનાવવામાં આવ્યું છે. તેમજ સમુદ્ધની અંદર 7 કિલોમીટર લાંબી સુરંગ તૈયાર કરવામાં આવી રહી છે. જેની અંદરથી બુલેટ ટ્રેન પસાર થશે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું કે, દેશની પહેલી બુલેટ ટ્રેન અને તેની સાથે જોડાયેલા કામને લઈ ડિટેલ સામે આવી ગઈ છે. 508 કિલોમીટરનું કંસ્ટ્રક્શન સ્પીડમાં ચાલી રહ્યું છે. જેની પહેલી સર્વિસ 2027ના છેલ્લા ક્વાર્ટરમાં શરુ થશે. બુલેટ ટ્રેન પહેલી વખત અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ ટ્રૈક પર દોડશે.

100 ફીટ નીચે સ્ટેશન

રેલવે મંત્રીની પોસ્ટમાં કહ્યું કે, મુંબઈ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સથી અંદાજે 100 ફીટ નીચે એક બુલેટ ટ્રેન રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. જે 10 માળની બિલ્ડિંગથી વધારે ઉંડું છે. બીકેસીમાં આ હાઈસ્પીડ રેલ કોરિડર પર એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન બની રહ્યું છે.

 

 

આ અંડરગ્રાઉન્ડ બુલેટ ટ્રેન સ્ટેશનથી થોડા કિલોમીટર દૂર, 3,200 ટનની મશીન ભારતની પ્રથમ દરિયાઈ રેલ ટનલ બનાવવા માટે થાણે ક્રીક નીચે ખડકો ખોદી રહી છે. અહીથી બુલેટ ટ્રેન હાઈસ્પીડથી પસાર થશે. 7 કિલોમીટર ભાગ સમુદ્રની નીચે ઠાણે ક્રીકની નીચેથી પસાર થશે. આ ભારતની પહેલી અંડર સી રેલ સુરંગ છે.

12 સ્ટેશનો પર સ્ટોપ

બુલેટ ટ્રેન 320 કિલોમીટરના પ્રતિ કલાકથી દોડશે. જ્યારે અમદાવાદ થી મુંબઈ વચ્ચે 300 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ટ્રેન દોડશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડર મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા નગર હવેલી થી થઈ 508 કિલોમીટર સુધી ફેલાયેલી છે. જેમાં 12 સ્ટેશનો પર સ્ટોપ નક્કી કરવામાં આવ્યો છે. તેમાં મુંબઈ બીકેસી, થાણે, વિરાર,બોઈસર, વાપી, બિલિમોરા, સુરત,ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સામેલ છે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.