Breaking News : વિદેશ મંત્રાલયે કૈલાશ માનસરોવર યાત્રા 2026ની જાહેરાત કરી, જાણો કેવી રીતે અરજી કરવી?

Kailash Mansarovar Yatra 2026: વિદેશ મંત્રાલયે કૈલાશ માનસરોવર યાત્રા 2026ની જાહેરાત કરી છે. જે જૂન-ઓગસ્ટમાં થશે. કૈલાશ માનસરોવર જનારા યાત્રિકો 19 મે 2026 સુધી kmy.gov.in પર ઓનલાઈન આવેદન કરી શકે છે.

Breaking News : વિદેશ મંત્રાલયે કૈલાશ માનસરોવર યાત્રા 2026ની જાહેરાત કરી, જાણો કેવી રીતે અરજી કરવી?
| Updated on: May 01, 2026 | 10:00 AM

શિવ અને શક્તિનું મિલનનો એક દિવ્ય આદ્યાત્મિક અનુભવ શરુ થવા જઈ રહ્યો છે. વિદેશ મંત્રાલયે માનસરોવર યાત્રા 2026ના આયોજનની જાહેરાત કરી છે. આ યાત્રા જૂન થી ઓગસ્ટ વચ્ચે આયોજિત થશે. આ વર્ષે કુલ 20 બેંચમાં જશે. જેમાં દરેક બેંચમાં 50 યાત્રિકો સામેલ કરવામાં આવશે. જેમાં 10 બેંચ ઉત્તરાખંડના લિપુલેખ પાસે અને 10 બેંચ સિક્કિમના નાથુ લા પાસ માર્ગથી યાત્રા કરશે. આ વર્ષે કુલ એક હજાર યાત્રિકો યાત્રાનો અનુભવ કરી શકશે.

આ વર્ષે આવેદન પ્રકિયા સંપુર્ણ રીતે ઓનલાઈન રાખવામાં આવે છે. માનસરોવર યાત્રા જવા માટે યાત્રિકો kmy.gov.in પર રજિસ્ટર્ડ કરી શકે છે.યાત્રિકોની પસંદગી કમ્પ્યુટર-આધારિત, રેન્ડમ અને લિંગ-સંતુલિત પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 મે, 2026 છે. આ પ્રવાસનું આયોજન ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ચીન સરકાર સાથે સંકલનમાં કરવામાં આવે છે.

કૈલાશ માનસરોવર યાત્રા 2026

આ યાત્રા સંપુર્ણ ઓનલાઈન છે અને આને ભારત સરકાર ચીન સરકાર સાથે સમન્વય કરે છે. જેમાં યાત્રિકોની પસંદગી કોમ્યુટર આધારિત લોટરી ડ્રો પર કરવામાં આવશે. પસંદ થયેલા યાત્રિકોને ઈમેલ અથવા મેસેજ દ્વારા સુચના મળશે. આ યાત્રા માટે પાત્રતા માપદંડોમાં માન્ય ભારતીય પાસપોર્ટ, વય મર્યાદા અને આરોગ્ય તપાસનો સમાવેશ થાય છે. વિદેશ મંત્રાલયે આ યાત્રા સંબંધિત કોઈપણ પ્રશ્નો અથવા પ્રશ્નો માટે એક હેલ્પલાઇન પણ જાહેર કરી છે.011-23088214.

કૈલાશ માનસરોવર યાત્રા શું છે?

કૈલાશ માનસરોવર યાત્રા હિંદુ ધર્મની સૌથી પવિત્ર અને પડકારજનક તીર્થયાત્રામાંથી એક છે. જે તિબ્બતમાં સ્થિત માઉટ કૈલાશ અને માનસરોવર ઝીલની યાત્રા છે. કૈલાશ પર્વત 6638 મીટર (21,778 ફીટ) ઉંચુ, પિરામીડ આકારનો બરફથી ઢંકાયેલો પર્વત છે. જેને ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ મેરુ પર્વતનું ભૈતિક રુપ કહેવામાં આવે છે. માનસરોવર ઝીલ દુનિયાની સૌથી ઉંચું મીઠા પાણીનું ઝીલમાંથી એક છે. જેની ઉંચાઈ 4590 મીટર છે. આ ક્ષેત્ર હિંદુ, જૈન , બૌદ્ધ અને તિબ્બતી ધર્મના અનુયાયિયો માટે સમાન રુપથી પવિત્ર છે.

હિંદુ ધર્મના લોકો માને છે કે, કૈલાશ ભગવાન શિવ અને પાર્વતીનું ઘર છે. માનસરોવરમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે. તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. કૈલાશની પરિક્રમા કરવાથી જીવન ચક્રમાંથી મુક્તિ મળે છે.

ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us