10 વર્ષ સુધી ‘હનીમૂન’ મનાવશે આ કપલ, આટલા દેશ કરી ચૂક્યા છે એક્સપ્લોર

|

Sep 08, 2022 | 8:08 AM

તાજેતરમાં, કપલે લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. ખાસ વાત એ છે કે આ કપલ એક વર્ષ માટે હનીમૂન સેલિબ્રેટ કરી રહ્યું છે અને પતિ-પત્ની આમ જ કરવાનું ચાલુ રાખશે. આ કપલને સાથે મળીને દુનિયા ફરવાનું પસંદ છે.

10 વર્ષ સુધી હનીમૂન મનાવશે આ કપલ, આટલા દેશ કરી ચૂક્યા છે એક્સપ્લોર
Couple on a 10 year honeymoon
Image Credit source: silkyrontheroad/Instagram

Follow us on

લગ્ન બાદ એક કપલે 10 વર્ષ સુધી હનીમૂન (Honeymoon) મનાવવાનું નક્કી કર્યું. આ કપલે (Couple) છેલ્લું એક વર્ષ 7 અલગ-અલગ દેશોમાં વિતાવ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રીપ દરમિયાન તે દરરોજ માત્ર 640 રૂપિયા ખર્ચી રહ્યા છે. આ પૈસા તેમણે પોતાના ફોટા વેચીને મેળવ્યા છે. 31 વર્ષના સિલ્ક મુયેસ અને 29 વર્ષીય કિરાન શેનન 2019માં સ્પેનમાં મળ્યા હતા. થોડા સમયમાં જ બંને પ્રેમમાં પડ્યા. વર્ષ 2021માં બંનેએ સ્કોટલેન્ડમાં લગ્ન કર્યા હતા.

તાજેતરમાં કપલે લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી. ખાસ વાત એ છે કે આ કપલ એક વર્ષ માટે હનીમૂન સેલિબ્રેટ કરી રહ્યું છે અને પતિ-પત્ની આમ જ કરવાનું ચાલુ રાખશે. આ કપલને સાથે મળીને દુનિયા ફરવાનું પસંદ છે. તેથી જ બંનેએ આગામી 9 વર્ષ સુધી સતત મુસાફરી કરવાનો પ્લાન બનાવ્યો છે. આ માટે તેણે પોતાનો દૈનિક ખર્ચ માત્ર 640 રૂપિયા સુધી મર્યાદિત રાખવો પડશે. શેનને કહ્યું- અમે શાનદાર જીવન જીવી રહ્યા છીએ.

આ કપલ છેલ્લા એક વર્ષમાં આઈસલેન્ડ, સ્પેન અને પોર્ટુગલની યાત્રા કરી ચૂક્યું છે. શ્રીલંકામાં આ કપલે ત્રણ મહિના વિતાવ્યા છે. આ પછી દંપતીએ ભારત, નેપાળ અને થાઈલેન્ડને એક્સપ્લોર કર્યું. સિલ્ક અને શેનન વ્યવસાયે ડાન્સર છે. પરંતુ લગ્ન બાદ બંને જણ દુનિયા ફરવા નીકળી પડ્યા. આટલી લાંબી સફર દરમિયાન પણ બંને રોજના માત્ર 640 રૂપિયા ખર્ચે છે અને સસ્તી હોટેલમાં રોકાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

દંપતીએ જણાવ્યું કે તેઓ તેમના ફોટા વેચીને મહિને લગભગ 32 હજાર રૂપિયા કમાય છે. શેનોન સ્કોટલેન્ડની છે અને મુઈસ બેલ્જિયમની છે. શેનને કહ્યું- લગ્ન પછી જ અમે બંનેએ નક્કી કર્યું હતું કે અમે આગામી 10 વર્ષ દુનિયાની શોધખોળમાં વિતાવીશું અને આ અમારું હનીમૂન હશે. દંપતીએ જણાવ્યું કે તેઓ ક્યારેક પૈસા માટે સ્થાનિક હોટલમાં સંગીત વગાડે છે. કેટલીકવાર સ્પોન્સર્ડ ઈન્સ્ટાગ્રામ પોસ્ટના બદલામાં તેમને સારી હોટલમાં રહેવાની તક મળે છે.

દંપતીએ સ્વીકાર્યું કે તેમનું જીવન હંમેશા આકર્ષક રીતે પસાર થતું નથી. તેમણે કહ્યું કે કેટલીકવાર હોટલ અને મુસાફરીની સ્થિતિ ખૂબ જ રંગહીન હોય છે, પરંતુ બીજો કોઈ રસ્તો નથી. શેનોને કહ્યું – આ સફર એક સ્વપ્ન સાકાર થવા જેવી છે અને અમે ઈચ્છીએ છીએ કે અન્ય લોકો પણ મુસાફરી માટે પ્રેરિત થાય.

Published On - 4:45 pm, Wed, 7 September 22

Next Article