ભારતીય મા-બાપની આ 13 ખરાબ આદત બાળકોના ભવિષ્ય માટે છે જોખમકારક, જલદી સુધારો આ આદતો
Parenting Tips : દરેક બાળકનો પહેલો શિક્ષક તેના મા-બાપ હોય છે. મા-બાપના વર્તન, તેમની બોલચાલ અને આદતોની અસર તેના બાળક પર પડે જ છે અને તે તેને જ અનુસરે પણ છે.

બાળકનું ભવિષ્ય કેવુ હશે તે તેના મા-બાપ દ્વારા તેને બાળપણમાં મળતા શિક્ષણ પર આધાર રાખે છે. દરેક બાળકનો પહેલો શિક્ષક તેના મા-બાપ હોય છે. મા-બાપના વર્તન, તેમની બોલચાલ અને આદતોની અસર તેના બાળક પર પડે જ છે અને તે તેને જ અનુસરે પણ છે. બાળકના ઘડતરની જવાબદારી વાલીઓ માટે એક મહત્વની બાબત છે. બાળકોનું સારુ ઘડતર કરવુ એ એક મુશ્કેલ કામ પણ છે. ઘણીવાર વાલી એ નક્કી કરવામાં અટવાય જાય છે કે બાળક માટે શું સારુ છે અને શું નહીં? તેવામાં વાલીના (Parenting Tips) કેટલાક કામ અને આદતો (Bad habits) બાળકના ભવિષ્યને બગાડે પણ છે. ચાલો જાણીએ કે મા-બાપની કઈ આદતોને કારણે બાળકનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. જો તમે મા-બાપ હોઉ તો આ બાબતોનું ધ્યાન રાખો.
બળકોને મોબાઈલનો ઉપયોગ કરવા દેવો – પહેલા બાળકો શાળાએથી આવીને મિત્રો સાથે રમવા જતા રહેતા હતા. તે સમયે આ રમતોથી બાળકોની શારીરિક કસરત પણ થઈ જતી અને તેઓ પોતાના બાળપણને સારી રીતે માણી લેતા હતા પણ આજે સ્માર્ટફોનના જમાનામાં બાળકો લેપટોપ, ટેબલેટ અને મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. ટેકનોલોજીના જમાનામાં બાળકો તેનાથી માહિતગાર તો થાય છે, પણ તેના વધારે ઉપયોગથી તેમના પર ખરાબ અસર પડે અને તેમનો વિકાસ અટકે છે. જો મા-બાપ તેમને આ કામ કરતા નથી અટકાવતા તો તે મા-બાપની એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે.
જીદ પૂરી કરવી – બાળકોની જીદને પ્રેમ સમજીને દરેક જીદ પૂરી કરવી તે પણ એક ભૂલ છે. તેનાથી બાળકો સાચા અને ખોટા વચ્ચેનો ભેદ નથી સમજી શકતા.
જીતવા માટે બાળક પર દબાણ કરવુ – આજના કોમ્પિટિશનના જમાનામાં દરેક વાલી પોતાના બાળકને પ્રથમ લાવવા માટે તેના પર દબાણ કરે છે. વાલીઓએ સમજવુ જોઈએ કે બાળકોની વિકાસ માટે હારવું પણ એટલુ જ જરુરી છે.
બીજા સાથે સરખામણી કરવી – જો પોતાના બાળક કરતા બીજાના બાળક વધારે હોંશિયાર હોય તો કેટલાક વાલીઓ પોતાના બાળકોને બીજાની સાથે સરખામણી કરીને તેમને બીજા જેવુ બનવા માટે દબાણ કરે છે.
પોતાની ખરાબ આદતો ન છોડી શકવી – બાળકના ઉજવળ ભવિષ્ય માટે મા-બાપે પોતાની ખરાબ આદતો છોડવી પડે છે પણ ઘણા વાલીઓ પોતાની ખરાબ આદતો છોડી શકતા નથી.
વિકલ્પો આપીને બાળકને આઝાદી આપવી – ઘણા વાલીઓ પોતાના બાળકોને દરેક બાબતે વધારે વિકલ્પો આપી દે છે, જેનાથી બાળક પોતાની મરજી મુજબ કામો કરવા લાગે છે. ભવિષ્યમાં તે બાળક કોઈ બાબતમાં એડજસ્ટ નહીં કરશે અને પોતાની મરજીથી ખોટા રસ્તે જશે.
માંગે એ પહેલા બાળકની ઈચ્છા પૂરી કરવી – વાલીની આદતથી બાળકને ભવિષ્યમાં સ્વ-નિર્ભર થવામાં મુશ્કેલી થશે અને તે લાંબા સમય સુધી વાલી પર જ નિર્ભર રહેશે.
બાળકો સામે જૂઠુ બોલવુ- વાલીની આ આદતોથી બાળકો પણ જૂઠુ બોલતા શીખી જાય છે.
ધીરજ નહીં રાખવી – ઘણા લોકો બાળકોને ધીરજ, સંયમ અને સંતોષ રાખાવાનું નથી શીખવતા. તેનાથી બાળક ભવિષ્યમાં હેરાન થાય છે.
મોટા લોકોની વાતમાં બાળકને સામેલ કરવો – મોટા લોકોની વાતોમાં બાળકોને સામેલ કરવાથી તેના મગજમાં અલગ અલગ વિચારો શરૂ થશે, તે અલગ અલગ વિચારો કરવા લાગશે જે તેના પર ખરાબ અસર પાડી શકે છે.
બાળક પર ગુસ્સો કરવો- ઘણીવાર વાલીઓ પોતાની લડાઈનો ગુસ્સો તેમના બાળકો પર નાંખે છે, જેનો ખરાબ પ્રભાવ બાળક પર પડે છે.
પૈસાનો ખોટી જગ્યાએ ખર્ચ- બાળપણથી વાલીઓએ પોતાના બાળકને પૈસાની બચત કરતા શીખવવું જોઈએ. ખોટી જગ્યાએ બાળકે પૈસા વાપરશે તો તેને ભવિષ્યમાં તકલીફ પડશે.