ટેટૂ માટેની દીવાનગી આ યુવતીને ભારે પડી, આંખોમાંથી નીકળ્યાં ભૂરા આંસુ અને થઈ ગઈ આંધળી

|

May 27, 2022 | 8:00 PM

આ યુવતીનું નામ એંબર લ્યૂક છે. તેણે પોતાના શરીર પર લગભગ 600 ટેટૂ (Tattoos) બનાવ્યાં છે, તેના શરીરનો 98 ટકા ભાગ ટેટૂથી જ ઢંકાયેલો છે. પણ આંખો પર ટેટૂ બનાવવું તેને ભારે પડયું.

ટેટૂ માટેની દીવાનગી આ યુવતીને ભારે પડી, આંખોમાંથી નીકળ્યાં ભૂરા આંસુ અને થઈ ગઈ આંધળી
Amber Luke
Image Credit source: Daily star

Follow us on

દુનિયામાં લોકોના અનેક પ્રકારના શોખ હોઈ છે.  કેટલાક લોકોને એવા વિચિત્ર શોખ હોઈ છે. કે જેને કારણે તેઓ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવું જ કઈક બન્યું છે બ્રિટનની સોશ્યિલ મીડિયા સ્ટાર એમ્બર લ્યૂક (Amber Luke) સાથે. સોશ્યિલ મીડિયા સ્ટાર એમ્બર લ્યૂકે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાના શરીર પર 600થી વધુ ટેટૂ (Tattoos) બનાવ્યાં છે. પણ તેની એક ભૂલને કારણે તેનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું.

ટેટૂની દીવાની એમ્બર લ્યૂકના જણાવ્યાં અનુસાર તેણે પોતાની આંખો પર ટેટૂ બનાવવાનો પ્રયાસ કર્યો પણ પછી બધું ગડબડ થઈ ગઈ. તેને દેખાવાનું બંધ થઈ ગયું. તેણે તેની આંખો પર ભૂરી શાહી ટેટૂ બનાવ્યું હતું એટલે જ્યારે તેની આંખોમાંથી આંસુ નીકળ્યાં તે ભૂરા રંગના હતા.

શરીરનો 98 ટકા ભાગ ટેટૂથી ભરેલો

સોશ્યિલ મીડિયા સ્ટાર એમ્બર લ્યૂકે 14 વર્ષની ઉંમરથી પોતાના શરીર પર ટેટૂ બનાવવાનું શરુ કર્યું હતું. તેણે માથાથી લઈને પગ સુધી પોતાના શરીર પર ટેટૂ બનાવ્યાં છે. તેણે પોતાના શરીર પર લગભગ 600 ટેટૂ બનાવ્યાં છે, તેના શરીરનો 98 ટકા ભાગ ટેટૂથી જ ઢંકાયેલો છે. પણ આંખો પર ટેટૂ બનાવવાને કારણે તેને અસહ્ય પીડા થઈ.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

એમ્બર લ્યૂકે પોસ્ટમાં શેર કરી પીડા

સોશ્યિલ મીડિયા સ્ટાર એમ્બર લ્યૂકે પોતાની ઈન્સટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે – 5 વર્ષ થઈ ગયા, તે સમયને જ્યારે હું  3 અઠવાડિયા માટે આંધળી થઈ ગઈ હતી. તે ઘટનાએ મને અસહાય બનાવી દીધી હતી. તે કષ્ટદાયક પ્રક્રિયામાં મેં આંખોમાં 4 ઈન્જેકશન સહન કર્યા હતા. તે કષ્ટદાયક પ્રક્રિયા પછી હું 2 દિવસ ભૂરા આશું એ રડી હતી.

ખુબ પીડા સહન કરી

સોશ્યિલ મીડિયા સ્ટાર એમ્બર લ્યૂકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે – હું કહી નથી શકતી કે તે સમયે હું કેવું અનુભવી રહી હતી. જે સમયે આંખોમાં ટેટૂ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી, તે સમયે ટેટૂ બનાવનારે મારી આંખોમાં 10 કાચના ટુકડા નાંખ્યાં અને આંખોની ઘસી નાંખી. આ પ્રક્રિયા દરેક આંખમાં 4 વાર ચાલી, ટેટૂ બનાવનાર ખુબ ક્રૂર હતો. આ ટેટૂ તેની આંખોમાં ખુબ અંદર સુધી જતું રહ્યું જેને કારણે મને અસહ્ય પીડા સહન કરવી પડી રહી છે. કેટલીકવાર માણસને પોતાના વિચિત્ર શોખને કારણે જીવનભરના દુ:ખ સહન કરવા પડે છે.

Published On - 7:58 pm, Fri, 27 May 22

Next Article