
જેમ જેમ દિવસો પસાર થશે તેમ ગરમીનો પ્રકોપ પણ વધવાની શક્યતા રહેશે. આ કારણે બીમાર પડવાનો ખતરો પણ વધી રહ્યો છે. તાપમાન વધવાથી શરીરમાં પાણી ઝડપથી ઘટે છે. જેના કારણે થાક, ચક્કર, કમજોરી અને ક્યારેક હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. આવા સમયમાં ફક્ત પાણી પીવું પૂરતું નથી, પણ શરીરને અંદરથી હાઇડ્રેટ રાખવું અને જરૂરી પોષક તત્વો આપવું પણ એટલું જ જરૂરી હોય છે.
નિષ્ણાતોના મતે, હીટ સ્ટ્રોકથી બચવા માટે કાચી ડુંગળી ખાવી શરીર માટે લાભદાયી હોય છે. ડુંગળીમાં સલ્ફરના સંયોજનો, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરી શકે છે. સલાડમાં કાચી ડુંગળી ઉમેરવાથી ગરમીના સ્ટ્રોકથી બચી શકાય છે અને શરીર ઠંડુ રહી શકે છે.
બજારમાં ઘણા પ્રકારના મખાના મળે છે. પરંતુ સાદા મખાનાને પાણીમાં પલાળીને ખાવાના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. મખાનામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરને અંદરથી હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે. ઉનાળામાં તે જ મખાનાને પાણીમાં પલાળીને ખાવાથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે અને નબળાઈ દૂર થઈ શકે છે.
સબજા બીજ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તેથી તે શરીરને અનેક ગુણકારી લાભ આપે છે. તેને સુપરફૂડ તરીખે પણ ઓળખવામાં આવે છે. જે ફાઈબર, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. સબજા બીજ શરીરને કુદરતી ઠંડક આપે છે. નિષ્ણાતોના મતે, સબજા બીજ વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં, કબજિયાત દૂર કરવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉનાળામાં તે શરીર માટે શ્રેષ્ઠ હોય છે.
નિષ્ણાતોના મતે, બાફલાનું (બાફેલી કેરી) પાણી એ ગરમીથી બચવા અને શરીરને ઠંડુ રાખવા માટે એક ઉત્તમ ઉપાય છે. તેમાં વિટામિન C, સોડિયમ અને ખનિજો હોય છે. જે શરીરમાં પાણીની ઉણપને ઝડપથી પૂર્ણ કરે છે અને ગરમીથી બચાવે છે.