બ્રેકઅપ પછી લોકો ઘણીવાર કરે છે આ ભૂલો, જેના કારણે પેચઅપનો રસ્તો થઈ જાય છે બંધ

|

Jul 23, 2022 | 8:36 PM

બ્રેકઅપએ (breakup) સૌથી વધુ દુ:ખ આપતી ક્ષણ હોય છે. બ્રેકઅપ પછી પણ પેચઅપની તક હોય છે. પણ કેટલાક લોકો એવી હરકતો કરી બેસે છે કે તે પેચઅપની તક પણ ગુમાવી બેસે છે.

બ્રેકઅપ પછી લોકો ઘણીવાર કરે છે આ ભૂલો, જેના કારણે પેચઅપનો રસ્તો થઈ જાય છે બંધ
Relationship Tips
Image Credit source: file photo

Follow us on

રિલેશનશિપ એ ખુબ જ સુંદર ભાવનાઓથી બને છે. તેને જાળવી રાખવા માટે તેમાં પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓ ઉમેરવી જરુરી છે. બે વ્યક્તિ મળે છે એ આશા સાથે કે તેઓ પોતાનું આગળનું જીવન સાથે જીવશે, સુખ-દુખમાં સાથ આપશે અને એકબીજાની પ્રગતિમાં સાથ આપશે. કેટલાક લોકોના રિલેશનશિપ (Relationship) દિલથી હોય છે અને કેટલાક સ્વાર્થ માટે. આ બધા વચ્ચે કોઈને કોઈ કારણસર બ્રેકઅપ (breakup) પણ થતા હોય છે. આ બ્રેકઅપ પછી પણ પેચઅપની તક હોય છે પણ કેટલીક હરકતોને કારણે પણ તે શકય બનતુ નથી. ઈગો, ગુસ્સો વગેરે જેવી ભાવનાને કારણે રિલેશનશિપ તૂટે છે. જાણી લો બ્રેકઅપ બાદ કયા કામ ના કરવા જોઈએ.

બ્રેકઅપની અપડેટ સોશિયલ મીડિયા પર શેયર કરવી

કેટલાક લોકો સોશિયલ મીડિયા પાછળ એવા ગાંડા હોય છે કે તેમની બ્રેકઅપની અપડેટ પણ તેઓ સોશિયલ મીડિયા પર શેયર કરતા હોય છે. આ ભૂલ પેચઅપ થવાની શક્યતાને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે. આવું કરવાથી બચો.

તરત જ બીજી રિલેશનશિપમાં આવવુ

ઘણી વખત લોકો બ્રેકઅપ પછી તરત જ કોઈ બીજા સાથે રિલેશનશિપમાં આવી જાય છે. આ એક પ્રકારની ભૂલ છે, જે તમારા જૂના પાર્ટનર સાથે પેચઅપ ન થવાની પરિસ્થિતિનું નિર્માણ કરે છે. તમારું આ પગલું તમારા જૂના પાર્ટનરને માનસિક રીતે હેરાન કરે છે, તે તેમને દુ:ખ પહોંચાડી શકે છે અને તેના કારણે પેચઅપની તક સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. બ્રેકઅપ પછી તમારી જાતને થોડો સમય આપો, કદાચ તમે તમારા જૂના પાર્ટનર સાથે ફરી જોડાઈ શકો.

આ પણ વાંચો

વારંવાર કૉલ કરવો

બ્રેકઅપ પછી પણ મોટાભાગના લોકો તેમના જૂના પાર્ટનર સાથે વારંવાર જોડાવા પ્રયાસ કરે છે. બની શકે છે કે તમારો આ પ્રયાસ સફળ થાય, પરંતુ આ એક પ્રકારની ભૂલ પણ સાબિત થઈ શકે છે. વારંવાર કોલ અથવા મેસેજથી તમારી સામેની વ્યક્તિ ચિડાઈ શકે છે. બની શકે છે કે આ પદ્ધતિ તમારા બંને વચ્ચે ચર્ચામાં વધારો કરશે. બ્રેકઅપ પછી એકબીજાને પર્સનલ સ્પેસ આપવી ખૂબ જ જરૂરી છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article