Recipe of the Day : વધેલી રોટલીઓને હવે ફેંકશો નહિ, આ રીતે બનાવી શકો છો સ્વાદિષ્ટ ડીશ

|

Oct 07, 2021 | 12:32 PM

વધેલી રોટલીને તેલમાં તળીને અથવા તો લાંબો સમય બાળ્યા વગર તેને શેકીને કડક કરીને ખાવાથી પણ તે ટેસ્ટી લાગે છે. તેના પર ચાટ મસાલો કે મીઠું મરચું ઉમેરીને ચા સાથે ખાખરાની જેમ ખાવાની મજા આવશે. અને સ્વાદ પણ સૌથી અલગ લાગશે.

Recipe of the Day : વધેલી રોટલીઓને હવે ફેંકશો નહિ, આ રીતે બનાવી શકો છો સ્વાદિષ્ટ ડીશ
Recipe of the Day: Don't throw away the increased breads anymore, this is how you can make delicious dishes

Follow us on

સામાન્ય પરિવારોમાં રોટલી(Chapati )નો સૌથી વધારે ભોજનમાં(meal ) ઉપયોગ કરાય છે. પરંતુ ઘણી વાર કોઈક કારણોસર આ રોટલીઓ પણ વધે છે. આવા કેસમાં રોટલીઓ ક્યાં તો કોઈ પશુને ખવડાવવામાં કે પછી ફેંકવામાં જાય છે. ત્યારે આજે અમે તમને એવી કેટલીક રેસિપી બતાવવા જઈ રહ્યા છે જે ઘરમાં વધેલી રોટલીઓમાંથી બનાવી શકાય છે. 

 

વધેલી રોટલીના લાડુ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સામગ્રી
વાસી રોટલી  4-5
1/2 ચમચી એલચી પાવડર
3-4 ચમચી પાઉડર ખાંડ
3 ચમચી દેશી ઘી
2 ચમચી ડ્રાય ફ્રુટ્સ (બદામ, કાજુ, પિસ્તા, કિસમિસ)

પદ્ધતિ
સૌ પ્રથમ, બાકીની રોટલીઓને ફરીથી તવા પર શેકી લો અને તેને થોડું કડક કરો. આ દરમિયાન, તમારે ધ્યાન રાખવું કે રોટલી બળી ન જાય, તેથી રોટીને માત્ર ધીમી આંચ પર શેકવી.
જ્યારે રોટલી સખત થઈ જાય ત્યારે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો. તમે રોટલીને હાથથી મેશ કરી પાવડરની જેમ બનાવી શકો છો. પરંતુ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ થી તે ઝડપથી અને સારી રીતે પીસાય છે.
હવે તમારે રોટલી પાવડરમાં ઈલાયચી પાવડર, પાઉડર ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવું.
હવે તમારે આ મિશ્રણમાં ઘી ઉમેરવું પડશે. તમારા હાથ પર થોડું ઘી પણ લગાવો. હવે તમારે આ મિશ્રણમાંથી નાના લાડુ તૈયાર કરવા પડશે.
આ રીતે, તમે બાકીની રોટલીમાંથી સ્વાદિષ્ટ લાડુ તૈયાર કરી શકો છો.

વઘારેલી રોટલી
વધેલી રોટલીઓ ને ફેંકી દેવા કરતા તેને વઘારીને ખાવાથી પણ તે તેટલી જ સ્વાદિષ્ટ લાગે છે. તેલમાં કઢી લીમડા, રાઈ , જીરા, કાંદાનો વઘાર કરીને તેમાં વધેલી રોટલીના નાના ટુકડા નાંખી દેવાના, અને પછી તે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની, આ રીતે તેનો સ્વાદ બમણો થઇ જશે.

રોટલીના ખાખરા 
વધેલી રોટલીને તેલમાં તળીને અથવા તો લાંબો સમય બાળ્યા વગર તેને શેકીને કડક કરીને ખાવાથી પણ તે ટેસ્ટી લાગે છે. તેના પર ચાટ મસાલો કે મીઠું મરચું ઉમેરીને ચા સાથે ખાખરાની જેમ ખાવાની મજા આવશે. અને સ્વાદ પણ સૌથી અલગ લાગશે.

આ પણ વાંચો : તહેવારોમાં બેદરકારીને કારણે આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, જાણો નિષ્ણાતોએ શું આપી ચેતવણી

આ પણ વાંચો : Malaria Vaccine: WHO એ બાળકો માટે વિશ્વની પ્રથમ મેલેરિયા વેક્સિનના ઉપયોગને આપી મંજુરી, જાણો વધુ માહિતી

Next Article