Ramadan 2022 : શરૂ થવા જઇ રહ્યો છે પવિત્ર રમઝાન મહિનો, જાણો અલ્લાહની ઇબાદત માટે શું કરવું શું ના કરવું ?

|

Mar 29, 2022 | 12:27 PM

Ramadan 2022 : આ મહિનામાં ઇસ્લામના પવિત્ર પુસ્તકનું અનાવરણ પયગંબર મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી, આ મહિનો ઇસ્લામમાં પવિત્ર માનવામાં આવ્યો અને ઉપવાસની પરંપરા શરૂ થઈ. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયના લોકો આ પવિત્ર મહિનાની રાહ જુએ છે. રમઝાન બાદ ઈદ ઉલ ફિત્ર આવે છે.

Ramadan 2022 : શરૂ થવા જઇ રહ્યો છે પવિત્ર રમઝાન મહિનો, જાણો અલ્લાહની ઇબાદત માટે શું કરવું શું ના કરવું ?
Ramadan 2022 (symbolic image )

Follow us on

Ramadan 2022: ભારતમાં રમઝાન 2022નો સમય: મુસ્લિમ સમુદાયના લોકો માટે રમઝાન મહિનો (Ramadan 2022) ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. આ આખા મહિનામાં લોકો અલ્લાહની ઇબાદત કરે છે અને ઉપવાસ રાખે છે. રમઝાનને ઇસ્લામિક કેલેન્ડર (Islamic calendar)નો નવમો મહિનો ગણવામાં આવે છે. આ વર્ષે રમઝાન મહિનો 2 એપ્રિલ 2022થી શરૂ થશે. જોકે રમઝાન મહિનાની શરૂઆત ચંદ્રને જોવા પર આધાર રાખે છે.

એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ઇસ્લામના પવિત્ર પુસ્તકનું અનાવરણ પયગંબર મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારથી, આ મહિનો ઇસ્લામમાં પવિત્ર માનવામાં આવ્યો અને ઉપવાસની પરંપરા શરૂ થઈ. સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયના લોકો આ પવિત્ર મહિનાની રાહ જુએ છે. રમઝાન બાદ ઈદ ઉલ ફિત્ર આવે છે.

રમઝાન દરમિયાન, મુસ્લિમો તેમના આધ્યાત્મિક સ્તરને ઉન્નત કરે અને અલ્લાહ પ્રત્યેની ઇબાદતની ભાવના રાખે છે. આવી સ્થિતિમાં, રમઝાન દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રમઝાનનો તહેવાર આવવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, તો ચાલો જાણીએ આ પવિત્ર મહિના વિશેની તમામ મહત્વની બાબતો-

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ઇસ્લામિક કેલેન્ડર મુજબ, રમઝાન મહિનો એક પૂર્ણ મહિનો છે. આ વર્ષે જો રમઝાન મહિનો 2જી એપ્રિલ 2022થી શરૂ થાય છે તો તે 1લી મે 2022ના રોજ સમાપ્ત થશે. બીજા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવશે. જો કે, રમઝાનની તારીખ સંપૂર્ણપણે ચંદ્ર પર આધારિત છે. રમઝાન મહિનો ક્યારેક 29 દિવસનો હોય છે તો ક્યારેક 30 દિવસનો હોય છે.

રમઝાન અને રોઝા

રમઝાન દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો આખો મહિનો ઉપવાસ રાખે છે. આ દરમિયાન મુસ્લિમ લોકો સૂર્યોદય પછી ઉપવાસ કરે છે અને સૂર્યાસ્ત પછી તોડે છે. સૂર્યોદય પહેલા ખોરાક ખાવો, તેને સહરી તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યાસ્ત પછી નમાઝ પઢવામાં આવે છે, ત્યારબાદ ઉપવાસ તોડવામાં આવે છે. તેને ઈફ્તાર તરીકે ઓળખવામાં આવે છે. રમઝાન દરમિયાન તમામ લોકો માટે ઉપવાસ કરવાનું ફરજિયાત માનવામાં આવે છે. માત્ર નવજાત બાળકો, સ્ત્રીઓ, સગર્ભા સ્ત્રીઓ અને માસિક સ્રાવ દરમિયાન સ્ત્રીઓને ઉપવાસ ન કરવાની છૂટ્ટી આપવામાં આવી છે. આ સિવાય બીમાર લોકોને પણ ઉપવાસ ન કરવાની છૂટ છે.

રમઝાન વિશે કેટલીક ખોટી માન્યતા

લોકોમાં માન્યતા છે કે તેઓ આ દરમિયાન બ્રશ કરી શકતા નથી. પરંતુ આ સાચું નથી, આ દરમિયાન તમે તમારા દાંત સાફ કરી શકો છો.

આ દરમિયાન તમે સ્વિમિંગ વગેરે પણ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે તમારા મોંમાં પાણી ન જાય.

રમઝાન દરમિયાન, વ્યક્તિ વાણી દુરુપયોગથી બચવું જોઇએ, લડવા અને જૂઠું બોલવાની મનાઈ પણ માનાઇ છે. આ સમય દરમિયાન ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન પણ સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે.

રમઝાન સાથે જોડાયેલી બીજી માન્યતા છે કે તમે ઉપવાસ દરમિયાન તમારું થૂંક ગળી શકતા નથી જે યોગ્ય નથી. તમે આ કરી શકો છો.

રમઝાન દરમિયાન આ વસ્તુઓ કરવાની મનાઈ છે

રમઝાન દરમિયાન, સૂર્યોદય પછી અને સુર્યાસ્ત પહેલા, આપણે કંઈપણ ખાઈ શકતા નથી અને પી શકતા નથી. તમે ઈફ્તાર પછી જ ખાઈ-પી શકો છો.

ઉપવાસનો મુખ્ય હેતુ એ છે કે તમે તમારી ઈચ્છાઓ પર કાબૂ મેળવી શકો. આવી સ્થિતિમાં, રમઝાન દરમિયાન, પરિણીત લોકોને દિવસ દરમિયાન શારીરિક સંબંધ બાંધવા પર પ્રતિબંધ છે.આ દરમિયાન, કોઈપણ પ્રકારની આદતો કરવાની મનાઈ છે જે તમારા અને સમાજ માટે ખરાબ હોય.

આ પણ વાંચો :BJP Parliamentary party meeting: BJP સંસદીય દળની બેઠક પૂરી, PM મોદીએ કહ્યું સાંસદો લોકોને કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી પુરી પાડે

આ પણ વાંચો :‘આખરે તે દિવસ આવી ગયો’… કોવિડ-19 કોલર ટ્યુન ટૂંક સમયમાં દૂર કરવાના આનંદમાં ટ્વિટર પર મીમ્સનું પૂર

Next Article