Rain Shayari: ચાલ, વરસાદની મોસમ છે વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ…વાંચો જબરદાસ્ત શાયરી

વરસાદી મૌસમમાં તમે પણ તમારા કે તમારી ખાસને યાદ કરી રહ્યા છો તો આ શાયરી દ્વારા તેમને મેસેજ મોકલી તેમની સામે તમારા દિલની વાત ખુલીને કહી શકો છો. આજે અમે બારિશ શાયરી લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ પસંદ આવશે.

Rain Shayari: ચાલ, વરસાદની મોસમ છે વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ...વાંચો જબરદાસ્ત શાયરી
Rain shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 4:22 PM

Rain Shayari In Gujarati: વરસાદ હંમેશા ખાસ હોય છે. જ્યારે જ્યારે વરસાદ વરસે છે ત્યારે એક નવા એહસાસનો અનુભવ થાય છે. વરસાદની સિઝનને રોમેન્ટિક સિઝન અને પ્રેમિઓની સિઝન કહેવામાં આવે છે. ત્યારે આ રોમેન્ટિક સિઝનમાં અમે વરસાદ પર ગુજરાતી શાયર અને કવિઓએ લખેલી કેટલીક જબરદસ્ત ગુજરાતી વરસાદ શાયરી લઈને આવ્યા છે.

ક્યારેક એવું બને કે વરસાદ પડી રહ્યો હોય અને વાતાવરણ ખુશનુમાં બની ગયુ હોય ત્યારે ચોક્કસથી તમને તમારી પ્રિયતમાં કે પ્રિયતમની યાદ સતાવી રહી હોય ત્યારે આ પોસ્ટમાં આપેલી શાયરી તમારા રોમેન્ટિક વાતાવરણમાં પ્રેમનો ઈઝહાર કરવામાં મદદ કરી શકે છે. જો કે આ અગાઉ પણ અમે અનેક શાયરી આપની સાથે શેર કરી છે જે તમે વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.

પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
  1. આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે – શ્રી રમેશ પારેખ
  2. મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે – ઝવેરચંદ મેઘાણી
  3. તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. – ખલીલ ધનતેજવી
  4. આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે; ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. – તુષાર શુક્લ
  5. જાત છત્રીથી ઢાંકી ફરતા સહુ , હું કરું કોને પેશ ચોમાસું ખોલીને મેઘદૂત વાંચ્યા કર , હાથવગું છે હમેશ ચોમાસું – મનોજ ખંડેરિયા
  6. બારીની જેમ બંધ છું, જડબેસલાક છું પલળી રહેલ ગામમાં કોરોકટાક છું – મિલિંદ ગઢવી
  7. આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે – શ્રી રમેશ પારેખ
  8. ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ. – હરીન્દ્ર દવે
  9. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ – હરીન્દ્ર દવે
  10. વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ ચાલતી દીવાલ થકી ઇંટો ? ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ કોરો રહે સ્મરણોનો વીંટો ? – હરીન્દ્ર દવે

g clip-path="url(#clip0_868_265)">