
સવારે જ્યારે તમે અરીસામાં તમારો ચહેરો જુઓ છો, ત્યારે મન થાય છે કે ત્વચા સાફ, મુલાયમ અને કુદરતી ચમકથી ભરપૂર દેખાય પરંતુ ધૂળ, પ્રદૂષણ, તણાવ અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ત્વચા પોતાની રોનક ગુમાવવા લાગે છે.
ત્વચાની ચમક જાળવી રાખવા માટે લોકો અવારનવાર મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચે છે. એવામાં તમે ઘરે જ કેટલીક વસ્તુઓથી ફેસ પેક બનાવી શકો છો. બેસન, હળદર, દહીં અને મધથી બનેલો ફેસ પેક એવો જ એક ઘરેલુ નુસખો છે, જેનો ઉપયોગ ઘણા લોકો પેઢીઓથી કરતા આવ્યા છે.
બેસન, હળદર, દહીં અને મધથી બનેલો આ સરળ ઘરેલુ ફેસ પેક ત્વચાની ઊંડાણપૂર્વક સફાઈ કરવા, ભેજ જાળવી રાખવા અને ચહેરા પર નેચરલ ગ્લો લાવવામાં મદદ કરી શકે છે. બેસનને ત્વચાની સફાઈ માટે ઉત્તમ માનવામાં આવે છે. તે ત્વચા પર જામેલી વધારાની ગંદકી અને તેલને હટાવવામાં મદદ કરે છે. બીજી તરફ, હળદરમાં રહેલા ગુણો ત્વચાને નિખાર આપવામાં અને તેને સ્વસ્થ બતાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.
આ ફેસ પેક બનાવવા માટે બધી વસ્તુઓને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને સાફ ચહેરા અને ગરદન પર લગાવો. ત્યારબાદ 15 થી 20 મિનિટ સુકાવા દો. આ પછી હળવા હાથે મસાજ કરતા કરતા ઠંડા પાણીથી ધોઈ લો.