Lifestyle : આજના જમાનાના દરેક problems ને solve કરી શકે છે ગાંધીજીના આ નિયમો

|

Dec 04, 2021 | 8:47 AM

તમે તમારી કમનસીબી માટે સરકાર, પડોશીઓ અથવા તમારા માતાપિતાને દોષી ઠેરવી શકો છો, પરંતુ અંતે તો તમે જ તમારી પોતાની દુનિયા બદલી શકો છો. તમે જે રીતે વિચારો છો અને કાર્ય કરો છો તેને બદલો

Lifestyle : આજના જમાનાના દરેક problems ને solve કરી શકે છે ગાંધીજીના આ નિયમો
Gandhiji

Follow us on

મહાત્મા ગાંધીનું(Mahatma Gandhi ) સમગ્ર જીવન અનુકરણીય છે. તેમના શબ્દોમાંથી પ્રેરણા લઈને જ વ્યક્તિ કોઈપણ મુકામ હાંસલ કરી શકે છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક વસ્તુઓ લાવ્યા છીએ, જે જીવનમાં સકારાત્મક અસર કરી શકે છે.ખાસ કરીને આજના યુવાધન અનેક સમસ્યાઓથી પરેશાન છે, તેવામાં તેમને ગાંધીજીના આ નિયમો કામ લાગી શકે છે. 

1. ભૌતિક સંશાધનોની પાછળ દોડશો નહીં
ગાંધીજી મૃત્યુ પામ્યા ત્યારે તેમની પાસે બહુ ઓછી વસ્તુઓ હતી. ભૌતિક સંશાધનો એકઠા કરવાની દોડમાં, આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે જ્યારે આપણે ભગવાન પાસે જઈએ છીએ, ત્યારે આપણે બધું અહીં છોડી દેવું પડશે. તમારી જાતને 100 થી ઓછી વસ્તુઓ સુધી મર્યાદિત કરો. તેના બદલે, તમારો સમય અને પૈસા નવી વસ્તુઓ શીખવામાં, શોખને અનુસરવામાં, મુસાફરીમાં ખર્ચો. ઉપરાંત, તમારા પૈસા ગરીબોમાં વહેંચો જેમને ખરેખર તેની જરૂર છે.

2. થોડી માત્રામાં ખોરાક લો
ગાંધીજી નાની વાટકીમાં ભોજન લેતા હતા. જેથી તેઓ માપી શકે કે તેઓએ કેટલો ખોરાક ખાધો. તે સાદો અને શાકાહારી ખોરાક લેતા હતા. મોટાભાગે તેઓ પોતાનો ખોરાક રાંધતા. ઉદાહરણ તરીકે, જ્યારે પણ તમે જંક ફૂડનો ઉપયોગ કરો છો,  ધ્યાનમાં રાખો કે જો તમે તેના બદલે યોગ્ય રીતે ખાશો, તો તમને વજનની સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ નડશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

3. વધુ પડતો તણાવ ન લો
ગાંધીજીએ ક્યારેય બિનજરૂરી તણાવ લીધો નથી. તે હંમેશા શાંત અને હળવા રહેતા હતા. તણાવ દૂર કરવા માટે તે ઘણીવાર મેડિટેશન કરતા હતા. કેટલીકવાર વિશ્વના નેતાઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો વચ્ચે પણ તે બાળકો સાથે રમવા માટે સમય કાઢી લેતો હતો. તેમની જેમ આપણે પણ તણાવમાંથી મુક્ત થવા માટે થોડો સમય કાઢી શકીએ છીએ.

4. સકારાત્મક વિચારો
જ્યારે નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોવ ત્યારે, ખાતરી કરો કે ગાંધીએ એકવાર કહ્યું હતું કે, “માણસ તેના વિચારોની પેદાશ છે, તે જે વિચારે છે તે બને છે.” તેથી સકારાત્મક રહો. આનાથી તમને તમારી બધી પરેશાનીઓ ઘણી ઓછી લાગશે.

5. આસપાસ સારું જુઓ
જ્યારે તમે બીજામાં સારું જુઓ છો, ત્યારે તમને તેમને મદદ કરવાનું મન થાય છે. પછી બદલામાં તેઓ બીજાને મદદ કરે છે. તેનાથી સકારાત્મક ઉર્જાની સાંકળ બને છે. યાદ રાખો જ્યારે તમે કોઈનું સારું કરો છો, ત્યારે તમને સારું લાગે છે.

6. માફ કરવાનું શીખો
ગુસ્સો અને નારાજગી એ એકમાત્ર એવી વસ્તુઓ છે જે તમને અન્યને નુકસાન પહોંચાડવા કરતાં તમારી જાતને વધુ નુકસાન પહોંચાડે છે. માફ કરવાનું અને ભૂલી જતા શીખો. ગાંધીજીએ એમ પણ કહ્યું હતું કે “આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી બનાવી દેશે.” આ સિવાય તમે બીજાઓને માફ કરીને તમારા વિશે સારું અનુભવશો કારણ કે “નબળા લોકો ક્યારેય બીજાને માફ કરી શકતા નથી. ક્ષમા એ મજબૂત લોકોની લાક્ષણિકતા છે.”

7. દરેક ક્ષણને છેલ્લી ક્ષણ તરીકે જીવો
ભવિષ્યની ચિંતામાં વર્તમાનને વેડફવો યોગ્ય નથી. આનો અર્થ એ નથી કે તમારે તમારું કામ બંધ કરી દેવું જોઈએ. મજા કરો અને વર્તમાનમાં કંઈક કરો, જે મહત્વપૂર્ણ છે.

8. નમ્રતા જાળવી રાખો
આજે તમે ગમે તેટલા મોટા હો, પરંતુ આવતીકાલે તે તમારા પર ભારે પડી શકે છે, તેથી નમ્ર બનો. બધા પ્રત્યે દયાળુ અને આદરપૂર્ણ બનો. છેવટે, તમે કોઈપણ સમયે તેમને ફરીથી મળી શકો છો.

9. બીજાને દોષ ન આપો
સુખનું રહસ્ય એ હકીકતથી ઉદ્ભવે છે કે કોઈ તમારી લાગણીઓને નિયંત્રિત કરી શકતું નથી. તેથી તમારા ખરાબ મૂડ કે વર્તન માટે બીજાને દોષ ન આપો. આમ કરવાથી તમે સકારાત્મક બનશો.

10. પહેલા તમારી જાતને બદલો
તમે તમારી કમનસીબી માટે સરકાર, પડોશીઓ અથવા તમારા માતાપિતાને દોષી ઠેરવી શકો છો, પરંતુ અંતે તો તમે જ તમારી પોતાની દુનિયા બદલી શકો છો. તમે જે રીતે વિચારો છો અને કાર્ય કરો છો તેને બદલો અને સમસ્યાઓનો સામનો કરવાની નવી રીતો સાથે આવો. ધીમે ધીમે તમને આ દુનિયા વધુ સારી લાગવા લાગશે!

આ પણ વાંચો : ઓમિક્રોનનો ભય, વાયબ્રન્ટના ભણકારા: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સાથેની ખાસ વાતચીત, જાણો શું કહ્યું

આ પણ વાંચો : જાણો કોરોનાના ગંભીર જોખમને 41% સુધી ઘટાડવા વૈજ્ઞાનિકોએ શું સલાહ આપી

Published On - 8:33 am, Sat, 4 December 21

Next Article