Lifestyle : ચોમાસામાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો જાણો કેવી રીતે કરશો દૂર

|

Sep 04, 2021 | 8:08 AM

ચોમાસા દરમ્યાન વાતાવરણમાં ભેજ વધુ હોવાના કારણે કપડામાંથી દુર્ગંધની સમસ્યા સામાન્ય થઇ જાય છે. અહીં તેને દૂર કરવાની કેટલીક સરળ ટિપ્સ જાણો.

Lifestyle : ચોમાસામાં કપડામાંથી દુર્ગંધ આવે છે તો જાણો કેવી રીતે કરશો દૂર
Lifestyle: How to get rid of odors coming from clothes in monsoon?

Follow us on

ચોમાસા દરમિયાન તમારા આખા કબાટને ભરી દે તેવી અપ્રિય ગંધને તમે નફરત કરતા હશો. ચોમાસા દરમ્યાન વાતાવરણમાં સૌથી વધારે ભેજ રહે છે. જેથી કપડાં સુકાતા વાર લાગે છે. જો તમે વરસાદના પાણીમાં ભીના થઈને આવ્યા હોવ કે પછી વોશિંગ મશીનમાં કપડાં સુકાવવા નાંખ્યા હોય તે જલ્દી સુકાતા નથી. અને તેમાંથી દુર્ગંધ આવે જ છે.

તેનાથી છુટકારો મેળવવા માટે આ હેક્સનો ઉપયોગ કરો. ચોમાસા દરમિયાન કપડાંમાંથી દુર્ગંધ આવે છે. ભલે તમે તમારા કપડાને કેટલી વાર ધોઈ લો, જો તે હજુ પણ ભીના, ગંદા રહે છે તો ચોમાસા દરમિયાન તેમાંથી દુર્ગંધ આવશે. તેવામાં તમે ચોમાસા દરમિયાન કપડાં કેવી રીતે તાજા રાખી શકો? અહીં અમે તમને કેટલીક સરળ ટિપ્સ બતાવીશું જેને ફોલો કરીને તમે કપડામાંથી આવતી દુર્ગંધને દૂર કરી શકો છો.

મશીનમાં ભીના કપડા એકત્રિત કરશો નહીં
આપણામાંના મોટાભાગનાને લોન્ડ્રી બાસ્કેટમાં ગંદા કપડાં નાખવા અને જ્યારે ઘણાં કપડાં હોય ત્યારે તેને ધોવાની ટેવ હોય છે. પરંતુ ચોમાસામાં તે પરિસ્થિતિને વધુ ખરાબ કરે છે અને તમારા કપડાંને વધુ દુર્ગંધ આપે છે. તેથી, તેમને મશીનમાં અથવા લોન્ડ્રી બાસ્કેટમાં નાખવાને બદલે, જો તમે તેમને અલગથી લટકાવી દો તો તે વધુ સારું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડીટરજન્ટમાં વિનેગર અથવા બેકિંગ સોડા ઉમેરો
વિનેગાર અને બેકિંગ સોડા ફૂગને મારી નાખવા અને તમારા કપડામાંથી ગંધ દૂર કરવા માટે પૂરતા પ્રમાણમાં શક્તિશાળી છે. તેથી, કપડાં ધોતી વખતે થોડો સરકો અને બેકિંગ સોડા ઉમેરો.

રૂમમાં સુકવો કપડાં 
ચોમાસામાં દરેક ગૃહિણીઓ સૂર્યનો તડકો નીકળવાની રાહ જોતો હોય છે. જેથી તે બહાર કપડાં સૂકવી શકો. તેથી, તમારા કપડા તમારા રૂમમાં, બારી પાસે લટકાવી દો અને પંખા નીચે સૂકવવા માટે છોડી દો.

લેમન અને રોઝ ડિટર્જન્ટનો ઉપયોગ કરો
લીંબુ પ્રકૃતિમાં એસિડિક છે અને તે ફૂગને નાશ કરી શકે છે, જેનાથી ગંધ આવે છે. લીંબુ અને ગુલાબ ધરાવતું ડિટર્જન્ટ વાપરો જેથી તમારા કપડામાંથી તાજી સુગંધ આવે. કપડાં ધોતી વખતે તમે ડીટરજન્ટ સાથે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

આ પણ વાંચો : Tokyo Paralympics 2020 : નોઇડાના ડીએમ સુહાસ યથીરાજે જીત સાથે શરૂઆત કરી, પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર દેશના પ્રથમ IAS અધિકારી

આ પણ વાંચો : IRCTC Kashmir Package : સસ્તામાં ફરવા જાઓ કાશ્મીર, જાણો IRCTC ના આ પેકેજની સંપૂર્ણ માહિતી

Next Article