ભારત ચાના ઉત્પાદનમાં પ્રથમ નંબરે, પરંતુ વિશ્વની સૌથી મોંઘી ચા ચીનમાં ઉગાડાય છે, જાણો આ ચાની કિંમત વિશે

|

Dec 03, 2022 | 5:58 PM

ભારતના પાડોશી દેશ ચીનમાં દા-હોંગ-પાઓ-ચાની (tea)ખેતી કરવામાં આવે છે. આ ચાની પત્તીનું નામ વિશ્વની સૌથી મોંઘી ચાની પાંદડાઓમાંની એક છે. તેની સંભાળ રાખવામાં ઘણી મહેનત કરવી પડે છે.

ભારત ચાના ઉત્પાદનમાં પ્રથમ નંબરે, પરંતુ વિશ્વની સૌથી મોંઘી ચા ચીનમાં ઉગાડાય છે, જાણો આ ચાની કિંમત વિશે
વિશ્વની સૌથી મોંઘી ચા (ફાઇલ ફોટો)

Follow us on

ભારતમાં ચાના શોખીનો ઘરેઘરે જોવા મળે છે. ભારતમાં ઓફિસકર્મીઓ ચા વગર એક દિવસ પણ પસાર કરી શકતા નથી. ત્યારે આપણે રોજબરોજની જિંદગીમાં ચાનું સેવન કરતા હોઇએ છીએ. અને, આ ચાના ભાવ એકદમ સસ્તા છે. જયારે તમે દુનિયાની સૌથી મોંઘી ચા વિશે તમે સાંભળશો. સામાન્ય રીતે ભારતીય દુકાનોમાં 10 થી 20 રૂપિયામાં ચાની ચુસ્કી આપ લઇ શકો છો. જ્યારે કોઈ ફાઇવ-થ્રી સ્ટાર હોટેલ કે મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં તો 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયામાં ચા મળતી હોય છે. નોલેજના સમાચાર અહીં વાંચો.

પરંતુ, શું તમને કયારેય એ જાણવાની ઉત્કંઠા થઇ છેકે દુનિયાની સૌથી મોંઘી ચા કંઇ છે. જીહાં, આ ચા દુનિયાના એક ખૂણામાં ઉપલબ્ધ છે, જે સૌથી મોંઘી ચા હોવાનું કહેવાય છે. જીહા વાત કરી રહ્યા છે ચીનમાં મળતી દા-હોંગ-પાઓ-ચાની. જો તમારે આ 1 કિલો ચા ખરીદવી હોય તો તમારે લગભગ 9 કરોડ રૂપિયા ચૂકવવા પડે છે. જેથી આ ચાને દુનિયાની સૌથી મોંઘી ચા હોવાનું કહેવાય છે. ચીન દેશ ચા ઉત્પાદક દેશ તરીકે બીજા નંબરે છે. ભારત ચાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે છે. પરંતુ, દુનિયાની સૌથી મોંઘી ચા ચીનમાં ઉગાડવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર, ચીનના ફુજિયાનના વુસાન વિસ્તારમાં દા હોંગ પાઓ ચાની ખેતી કરવામાં આવે છે. જે વૃક્ષોમાં આ ચા ઉગાડવામાં આવે છે તે અતિ દુર્લભ વૃક્ષો છે. અને તેને માતૃવૃક્ષ પણ કહેવામાં આવે છે. આ ચા પત્તીમાં ઘણા ઔષધિય અને ફાયદાકારક ગુણો છે, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આ ચા-પત્તી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક મોટું કારણ છે, જેના કારણે આ ચાની પત્તીને જીવનદાતા પણ કહેવામાં આવે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ચાઈનીઝ લોકોના મતે આ ચાનો ઈતિહાસ ઘણો જૂનો છે, એક વખત મિંગના શાસન દરમિયાન રાણીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ ડોક્ટરોએ તેમને આ ચા આપી હતી. ચાએ અજાયબી બતાવી અને રાણીને સાજી કરી.

આ છોડ ખૂબ જ દુર્લભ છે. તેની સંભાળ રાખવામાં ઘણી મહેનત કરવી પડે છે, દવા પણ એવી કરવામાં આવે છે કે તેને પીવાથી શરીરના અનેક ગંભીર રોગોથી સરળતાથી છુટકારો મળી શકે છે. વિશ્વમાં આના માત્ર 6 વૃક્ષો છે.

Published On - 5:53 pm, Sat, 3 December 22

Next Article