શું ચોમાસામાં તમારા મસાલામાં પણ લાગે છે ભેજ ? તો અજમાવો આ ટીપ્સ

|

Jul 29, 2022 | 12:40 PM

વરસાદની ઋતુમાં મસાલામાં સરળતાથી ફંગસ થઈ જાય છે, જે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ ટિપ્સ અપનાવીને તમે વરસાદમાં પણ મસાલાને તાજા રાખી શકો છો.

શું ચોમાસામાં તમારા મસાલામાં પણ લાગે છે ભેજ ? તો અજમાવો આ ટીપ્સ
How to store spices

Follow us on

How To Store Spice In Monsoon: વરસાદ(Monsoon) આવતા જ વાતાવરણમાં ભેજ વધે છે અને બેક્ટેરિયા અને ફૂગ ઝડપથી વધવા લાગે છે. આ જ કારણ છે કે આ ઋતુમાં તાજો ખોરાક ખાવાની અને ખાદ્ય ચીજવસ્તુઓને વધુ કાળજીપૂર્વક સંગ્રહિત કરવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં રસોડામાં હાજર મસાલાને કેવી રીતે રાખવો તે ઘણા લોકો માટે કોયડો બનીને રહે છે. વાસ્તવમાં, જો તમે મસાલાને ખુલ્લા રાખો છો, તો તે થોડા દિવસોમાં ભેજ યુક્ત થઈ શકે છે અને તેનો સ્વાદ બગડી શકે છે. એટલું જ નહીં ખરાબ મસાલા પેટમાં જઈને તમારું સ્વાસ્થ્ય (Health) પણ બગાડી શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં જણાવીએ છીએ કે વરસાદની મોસમમાં મસાલાને કેવી રીતે સંગ્રહિત કરવું જેથી તે ભીના ન થાય અને તેને બગડતા અટકાવે.

વરસાદની મોસમમાં મસાલાનો યોગ્ય રીતે સંગ્રહ કેવી રીતે કરવો

નાના બોક્સ પસંદગી

રોજ ઉપયોગમાં લેવાતા મસાલા નાના કે મધ્યમ કદના બોક્સમાં રાખો. આમ કરવાથી, તે જલ્દી ખતમ થઈ જશે અને તમે તેને નવા મસાલાઓથી રિફિલ કરતા રહેશો. જો તમે તેને મોટા બોક્સમાં રાખી રહ્યા છો, તો બધા મસાલા ભેજના સંપર્કમાં આવશે અને વારંવાર ખોલવા અને બંધ થવાને કારણે તેમાં બેક્ટેરિયા વધવા લાગશે.

ચોખાનો ઉપયોગ

જો તમે મીઠામાં ચોખાની નાની પોટલી નાખો, તો તે બધી ભેજ શોષી લે છે અને મીઠું ભીનાશથી બચાવી શકાશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સૂર્ય પ્રકાશમાં તપાવો

વરસાદની મોસમમાં મસાલાને તડકામાં રાખો. મસાલા માંથી ભેજ બહાર કાઢવા માટે તેને એક ડબ્બમાં ભરીને સુર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ બતાવ્યા પછી, તેમને હવાચુસ્ત પાત્રમાં મૂકો.

શુષ્ક શેકવું

જો તમે મસાલાને સ્ટોર કરતા પહેલા તેને સારી રીતે શેકી લો, તો તે લાંબા સમય સુધી બગડશે નહીં. આમ કરવાથી મસાલાની સુગંધ અને સ્વાદ બંનેમાં વધારો થશે.

સૂકી જગ્યાએ રાખો

મસાલાને હંમેશા સૂકી જગ્યાએ રાખો. તેમને ગેસની નજીક ન રાખો અને જરૂર પડે તો ફ્રીજમાં સ્ટોર કરો. આનાથી તેઓ લાંબા સમય સુધી તાજા રહેશે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.

Next Article