આલ્કોહોલ તમારા શરીરમાં કેટલો સમય રહે છે, આ રીતે જાણી શકાશે….

|

Dec 15, 2023 | 11:19 AM

મોટાભાગના લોકો આલ્કોહોલનું સેવન કરે છે. કેટલાક લોકોને આ નશામાં રહેવું ગમે છે, તેથી તેઓ વધુ દારૂનું સેવન કરે છે. પરંતુ વધારે આલ્કોહોલનું સેવન શરીર માટે નુકસાન કારક છે.

આલ્કોહોલ તમારા શરીરમાં કેટલો સમય રહે છે, આ રીતે જાણી શકાશે....
Alcohol

Follow us on

આજકાલ યુવાનોમાં આલ્કોહોલ (Alcohol)નું સેવનએ ચલણ બની ગયું છે. કેટલાક યુવાનો શોખ માટે તો કેટલાક સ્ટાઈલ માટે શરાબ પીવે છે. આલ્કોહોલ એક માદક પદાર્થ છે, જેને ડિપ્રેસન્ટનો એક પ્રકાર પણ માનવામાં આવે છે. જો આલ્કોહોલ (Alcohol) શરીરમાં રહે છે તો તે થોડા સમય માટે છે પરંતુ તેની અસર લાંબા સમય સુધી રહે છે. જ્યારે તમે આલ્કોહોલ પીવો છો, ત્યારે તે તમારા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે, પછી તે ધીમે ધીમે આખા શરીરમાં પહોંચે છે. આલ્કોહોલને મેટાબોલાઇઝ કરવામાં લગભગ બે કલાક લાગે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આલ્કોહોલનું સેવન કર્યા પછી તે કેટલા સમય સુધી શરીરમાં રહે છે અને તેની શું અસર થાય છે.

આલ્કોહોલની અસરો બંધ થવામાં કેટલો સમય લાગે છે?

આલ્કોહોલનું પાચન પણ સ્થિર ચયાપચય દર ધરાવે છે, પરંતુ કેટલાક લોકો લાંબા સમય સુધી આલ્કોહોલથી પ્રભાવિત થાય છે. આ એટલા માટે છે કારણ કે લોહીમાં આલ્કોહોલની સાંદ્રતા દરેક માટે અલગ છે. જો એક પેગની અંદર આલ્કોહોલનું સ્તર 20 mg/dL હોય, તો દરેક વ્યક્તિમાં લગભગ એક કલાકમાં આલ્કોહોલનું ચયાપચય થઈ જશે, પરંતુ BAC મોટા પ્રમાણમાં બદલાઈ શકે છે.

આલ્કોહોલિક પીણાંને ચયાપચય કરવાનો સમય આલ્કોહોલનો નાનો શોટ – 1 કલાક 1 પિન્ટ બીયર – 2 કલાક એક મોટો ગ્લાસ વાઇન – 3 કલાક થોડા વધારે પ્રમાણમાં આલ્કોહોલ – 4 કલાકથી વધારે સમય સુધી પચાવવામાં લાગે છે. આલ્કોહોલની અસરોને ઘટાડવામાં મદદ કરવા માટે તમે એવા પગલાં લઈ શકો છો, જેમ કે ખોરાક જે તમારા શરીરને આલ્કોહોલ શોષવામાં મદદ કરી શકે છે. પાણી તમારા BAC ને ઘટાડવામાં મદદ કરે છે. કોફી, એનર્જી ડ્રિંક્સ કે અન્ય પીણાં ઝડપથી નશો ઓછો કરે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આલ્કોહોલનું ચયાપચય કેવી રીતે થાય છે?

તમે આલ્કોહોલનું સેવન કરો છો, ત્યારે તે સૌથી પહેલા પાચનતંત્રમાં પ્રવેશ કરે છે. તમને જણાવી દઈએ કે આલ્કોહોલ ખોરાક અને અન્ય પીણાંની જેમ પચતું નથી. જો કે, લગભગ 20 ટકા આલ્કોહોલ સીધો લોહીમાં જાય છે, જ્યાંથી તે તમારા મગજમાં પહોંચે છે. બાકીના 80 ટકા આંતરડામાં રહે છે. જે લીવર પર પણ અસર કરે છે.

આજના સમયમાં દારૂ પીધાના 80 કલાક પછી તમે યુરિન ટેસ્ટ દ્વારા દારૂ પીવાનો સમય જાણી શકો છો. શ્વાસ પરીક્ષણ દ્વારા, તમે લગભગ 24 કલાકની અંદર દારૂ પીવાનો સમય શોધી શકો છો. જો તમે આલ્કોહોલ પીતા હોય અને સ્તનપાન કરાવો છો, તો આ ન કરવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી, બાળકને પહેલા સ્તનપાન કરાવો ત્યારબાદ આલ્કોહોલનું સેવન કરો. ઉત્તમ એ રહેશે કે સ્તનપાન કરાવતી માતા આલ્કોહોલનું સેવનજ ન કરે.

નોંઘ : આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે.

Published On - 3:29 pm, Sun, 12 June 22

Next Article