અન્ય તહેવારોની જેમ (Holi 2022) હોળીની તૈયારીઓ પણ અગાઉથી શરૂ થઈ જાય છે. રંગોથી રમવા અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવા ઉપરાંત, તમારે આ સમય દરમિયાન તમારી ત્વચાની પણ કાળજી લેવી જોઈએ. હોળી દરમિયાન ત્વચા પરના રંગને કારણે ઘણી વખત ત્વચા પર એલર્જી અને રેડનેસ આવી જાય છે. કેમિકલ યુક્ત રંગો તમારી ત્વચાને (Holi) ઘણું નુકસાન કરે છે. આ તહેવારોની સિઝનમાં અને વધતા તાપમાન વચ્ચે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે તમે ઘણી ટિપ્સ ફોલો કરી શકો છો. આનાથી તમે તમારી ત્વચાને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવી શકશો. આવો જાણીએ કઈ ટિપ્સ તમે ફોલો કરી શકો છો.
તમારી આખી ત્વચાને ઢાંકી દે તેવા કપડાં પહેરો. રંગો સાથે સીધો સંપર્ક ટાળવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. એવા કપડાં પહેરો જે સરળતાથી સુકાઈ જાય. લાંબા સમય સુધી પલળેલા કપડા પહેરવાથી તમારી ત્વચા પર રેસિઝ થઈ શકે છે. વધુ ઢાંકેલા કપડાં પહેરવાથી તમારી ત્વચાને નુકસાનથી બચાવી શકાશે અને હોળીનો આનંદ માણી શકાશે.
હોળી રમવા માટે તમે ઓર્ગેનિક રંગો પસંદ કરી શકો છો. તે તમને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચાવવા માટે કામ કરે છે. આમાં ખીલ અને ખરજવું જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ રંગો સરળતાથી ધોઈ શકાય છે. તેનાથી તમારી ત્વચા પર લાલાશ અને ફોલ્લીઓ પણ નહીં થાય.
હોળી રમવા માટે બહાર જતા પહેલા તમારી ત્વચા પર નારિયેળનું તેલ, વિટામિન ઈ તેલ અથવા ઓલિવ તેલ લગાવો. તમે ત્વચા પર એલોવેરા પણ લગાવી શકો છો. જે તમારી ત્વચા પર રંગ જમા થતો અટકાવશે. તે સરળતાથી ધોઈ શકાય છે. તે તમારી ત્વચાને હાઈડ્રેટેડ અને નરમ બનાવે છે.
હોળી રમવા જતા પહેલા તમારી ત્વચા પર સનસ્ક્રીન લગાવો. આ તમારી ત્વચાને લાલાશ, ખંજવાળ અને પિમ્પલ્સથી બચાવવામાં મદદ કરશે. જો તમે 4 કલાકથી વધુ સમય માટે તડકામાં હોવ તો સનસ્ક્રીન ફરીથી લગાવો. સનસ્ક્રીનને લઈને પણ લોકોમાં ઘણી મુંઝવણ હોય છે ત્યારે રાજકોટના ડૉ. મોના પંધારેએ ટીવી9 સાથેની વાતચીતમાં હોળી દરમિયાન કેવી કાળજી રાખવી જોઈએ તેમજ કેવું સનસ્ક્રીન ઉપયોગમાં લેવુ જોઈએ તે જણાવ્યું હતું.
રંગ વાળમાં જવાથી વાળ ખરવાની સમસ્યા, વાળ ડ્રાય બની જવા વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે. તેના માટે કેપ પહેરો. અઠવાડિયામાં ત્રણ વખત યોગ્ય શેમ્પુ દ્વારા વાળ ધુઓ. કન્ડિશનરનો ઉપયોગ પણ ચોક્કસપણે કરો.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં હોળીની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર, જાણો મહા વિકાસ આઘાડી સરકારે કયા નવા નિયમો લાગુ કર્યા
Published On - 11:44 pm, Wed, 16 March 22