
ફરી એકવાર લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે. ચારે તરફ બેંડ બાજા, સજાવેલા મંડપ, અને જાનૈયાઓની રોનક જોવા મળી રહી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી લગ્નની સિઝન માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં વિવાહ એ માત્ર બે લોકોનુ મિલન નથી, પરંતુ લગ્ન દરમિયાન અનેક પરંપરાઓ અને રિવાજો જોવા મળે છે. વિવાહ દરમિયાન નિભાવવામાં આવનારી વિધિ પાછળ પણ કોઈને કોઈ અર્થ જરૂર હોય છે.
આ જ રિતિ-રિવાજો અને વિધિઓમાં સામેલ છે લગ્ન બાદ નવવધુ દ્વારા ગૃહ પ્રવેશની વિધિ દરમિયાન ચોખા ભરેલો કળશ ઢોળવાની વિધિ. ગૃહ પ્રવેશની આ વિધિ દરમિયાન નવવધુ તેના પગ વડે ઘરના ઉંબરામાં રાખેલો ચોખા ભરેલો કળશ ઘરની અંદરની તરફ ઢોળે છે. આખરે નવવધુ દવારા આવુ કરવા પાછળ શું માન્યતા પડેલી છે તેના વિશે જાણીએ.
પરંપરા અનુસાર, નવવધુ જ્યારે સાસરામાં જાય છે, તે તે નવી જગ્યાએ પ્રવેશ કરવાની સાથે-સાથે નવા જીવન, નવી જવાબદારીઓ અને નવા સંબંધોને નિભાવવાની શરૂઆત કરે છે. આ અવસરે સૌથી પહેલા જે રસમ આવે છે તે છે નવવધુ દ્વારા ચોખાનો કળશ પગ ઘરની અંદરની તરફ ઢોળવો. જેમ નવી નવવધુનો ગૃહ પ્રવેશ શુભ ગણાય છે તેમ જ નવી પુત્રવધુને લક્ષ્મી સ્વરૂપા ગણવામાં આવે છે, આથી માતા લક્ષ્મી જેમ ઘરમા આવે છે તેમ જ નવી નવવધુ પરિવારમાં શુભતા અને સંપન્નતા લાવે છે.
આ વિધિમાં ચોખા અને કળશ સમૃદ્ધિ અને ધન-ધાન્યનો પ્રતિક છે. આ એ વાત પરથી સમજી શકાય છે કે જે ઘરમાં નવી નવવધુનો પ્રવેશ થાય છે ત્યાં ક્યારેય પણ સુખ-સમૃદ્ધિનો અંત આવે. ચોખાનો કળશ ઢોળવો એ માત્ર એક વિધિ નથ પરંતુ તે નવી નવવધુને ગૃહલક્ષ્મીના સ્વરૂપે સન્માન પણ પ્રદાન કરે છે.
એટલુ જ નહીં હિંદુ ધર્મમાં આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. જેમા નવી નવવધુ તેના ડાબા પગ વડે ચોખાના કળશને ઘરની અંદરની તરફ ઢોળે છે. ત્યારબાદ ઘરમાં પ્રવેશ કરે છે.