શું વધુ પડતું પ્રોટીન સપ્લિમેન્ટેશન શરીરને નુકસાન પહોંચાડી શકે છે? જાણો વધુ પ્રોટીન લેવાથી શું નુકસાન થઈ શકે?

આજકાલ, પ્રોટીન સપ્લિમેન્ટ્સ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે, અને ફિટનેસ ઉત્સાહીઓ તેનું સેવન વધુને વધુ કરી રહ્યા છે. તેથી, એ સમજવું મહત્વપૂર્ણ છે કે શું વધુ પડતું પ્રોટીન સપ્લિમેન્ટેશન શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ નિષ્ણાત પાસેથી.

શું વધુ પડતું પ્રોટીન સપ્લિમેન્ટેશન શરીરને નુકસાન પહોંચાડી શકે છે?  જાણો વધુ પ્રોટીન લેવાથી શું નુકસાન થઈ શકે?
Credit by Google
Image Credit source: google
| Updated on: Mar 16, 2026 | 4:00 PM

આજકાલ ફિટનેસ અને બોડી બિલ્ડિંગનો ટ્રેન્ડ વધતા ઘણા લોકો પ્રોટીન પાઉડર અથવા અન્ય પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેતા થયા છે. પ્રોટીન શરીર માટે ખૂબ જ જરૂરી પોષક તત્ત્વ છે, કારણ કે તે મસલ્સ બનાવવા, અને શરીરને ઊર્જાવાન બનાવવામાં મદદ કરે છે. પરંતુ ઘણા લોકો ઝડપી પરિણામ મેળવવા માટે વધુ પ્રમાણમાં પ્રોટીન સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરે છે, જે શરીર માટે નુકસાનકારક પણ બની શકે છે.

જ્યારે રમતવીરો અથવા ભારે વ્યાયામ કરનાર લોકો માટે પ્રોટીન જરૂરિયાત 1.2 થી 2 ગ્રામ પ્રતિ કિલોગ્રામ વજન સુધી હોઈ શકે છે.

જો પ્રોટીન સપ્લિમેન્ટ જરૂરિયાત કરતાં વધારે લેવામાં આવે તો શરીરમાં શું સમસ્યાઓ ઊભી થઈ શકે

1. કિડની પર ભાર વધે છે: વધુ પ્રમાણમાં પ્રોટીન લેવાથી કિડનીને તેને ફિલ્ટર કરવા માટે વધારે મહેનત કરવી પડે છે. લાંબા સમય સુધી આવું ચાલુ રહે તો કિડની સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા રહીલી છે.

2. પાચન સંબંધિત સમસ્યાઓ: અતિશય પ્રોટીન લેવાથી ગેસ, પેટ ફૂલવું, અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.

3. વજન વધવાની શક્યતા: ઘણા પ્રોટીન સપ્લિમેન્ટમાં કેલરી પણ વધુ હોય છે. પ્રોટીન જરૂર કરતા વઘારે શરીર માં હોય તો તે ફેટમાં પરિવર્તિત થઈ શકે છે માટે વધારાનું પ્રોટીન લેતા પહેલા સાવચેતી રાખવી જરૂરી બને છે.

4. ડિહાઈડ્રેશનનું જોખમ: વધુ પ્રોટીન મેટાબોલિઝમ માટે શરીરને વધારે પાણીની જરૂર પડે છે. પૂરતું પાણી ન પીવામાં આવે તો ડિહાઈડ્રેશન થઈ શકે છે.

પ્રોટીનના કુદરતી સ્ત્રોત

પ્રોટીન માત્ર સપ્લિમેન્ટમાંથી જ નહીં પરંતુ ખોરાકમાંથી પણ સરળતાથી મળી શકે છે, જેમ કે:

  • દાળ અને કઠોળ

  • દૂધ અને દૂધની બનાવટમાંથી

  • ઈંડા

  • સોયાબીન

  • સૂકા મેવાં

જો તમને કિડની, લિવર અથવા પાચન સંબંધિત કોઈ જૂની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા વગર પ્રોટીન સપ્લિમેન્ટ લેવું હિતાવહ નથી. પરંતુ જરૂર પડે ત્યારે વિકલ્પ તરીકે લઈ શકાય. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું પણ ખૂબ જરૂરી છે. જો સપ્લિમેન્ટ લીધા પછી પેટ ખરાબ થવું, ફૂલવું, અથવા અન્ય બેચેની અનુભવાય તો તેનો ઉપયોગ તરત બંધ કરીને નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બને છે.

ઉનાળામાં પણ શાકભાજી લાંબા સમય સુધી તાજી રહેશે, તેમને સંગ્રહિત કરવાની યોગ્ય રીત જાણો, આ પણ વાંચો